- કમોસમી વરસાદથી પોંકની મજા બગડી
- પોંકનો રંગ અને સ્વાદ બદલાઈ જશે
- સુરત જિલ્લામાં 1000 એકરમાં પોંકની ખેતી થાય છે
સુરતઃમાત્ર શિયાળામાં જ પોંકના સ્વાદની મજા માણવા મળતી હોય છે જે ગુજરાતીઓને આટલી હદે લુભાવે છે કેે વિદેશોમાં રહેતા ગુજરાતીઓ દક્ષિણ ગુજરાતથી આ પોંક મંગાવતા હોય છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત પોંકના સ્વાદના લોકો રસિયા ,છે તે સ્વાદ આ વખતે લોકોને મળી શકે એમ નથી. કમોસમી વરસાદના કારણે પોંકનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. સુરત જિલ્લામાં આશરે 1000 જેટલા એકરમાં પોંકની ખેતી થાય છે પરંતુ હાલના કમોસમી વરસાદને લીધે જુવારના દાણા લાલ પડી જવાથી ભારે નુકશાની વેઠવાની નોબત આવી છે.
કમોસમી વરસાદને લીધે જુવારના દાણા લાલ પડી જવાથી ભારે નુકશાની પોંકની મીઠાશ પણ ઓછી થઈ જાય છેશિયાળામાં ખાસ પોંક થાય છે. જેની ડિમાન્ડ ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને વિદેશોમાં પણ છે. કમોસમી વરસાદને લીધે પોંક માટે બનાવાતી ખાસ વાનીની જુવારને માવઠાથી મોટી અસર થતી હોય છે. માવઠાને લીધે જુવારના દાણા લાલ થઈ જતા હોય છે જેને લીધે પોંક બનાવવા માટે આ જુવાર બિનઉપયોગી બની જશે અને પોંક બજાર પર સીધી અસર થવાની શક્યતા છે. વરસાદને કારણે પોંકની જુવારને નુકસાન થયું છે. સાથે વરસાદને કારણે જુવારને નુકસાન થયું છે. પોંકના સ્વાદમાં પણ ફેરફાર જોવા મળે છે. પોંકની મીઠાશ પણ ઓછી થઈ જાય છે.
પોંકનો પાક મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં થાય છેબારડોલી તેમ જ કરજણ વિસ્તારની આજુબાજુની ખેડૂતો હાલ પોંકની ખેતી કરી રહ્યાં છે. પોંકનો પાક મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે. લોકો પોંક વડાની મજા માણતાં હોય છે પરંતુ કમોસમી વરસાદના કારણે આ વખતે ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.