ETV Bharat / state

મોંઘવારીના સમયમાં વેરા ન વધારવા માટે કોંગ્રેસ સહિત લોકોએ રજૂ કરી વાંધા અરજી - ગટર વેરો

બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વધારવા સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જાગૃત નાગરિકો ઉપરાંત મંગળવારના રોજ બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા પણ વેરા વધારવા મુદ્દે નગરપાલિકા નિયામકને વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી.

બારડોલી નગરપાલિકા
બારડોલી નગરપાલિકા
author img

By

Published : Sep 16, 2020, 5:00 AM IST

સુરત : બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વધારવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. સરકારમાં દરખાસ્ત કર્યા બાદ પાલિકા દ્વારા સ્થાનિકો પાસે વાંધા અરજી મંગાવવાની શરૂઆત કરી હતી. જેમાં અનેક લોકો વેરા વધારાનો વિરોધ કરી રહ્યા છે.

સૌપ્રથમ બારડોલીના સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી. આ ઉપરાંત આમ જનતા પણ વેરા વધારો સામે વિરોધ દર્શાવી રહી છે. નગરપાલિકા નિયામકને મંગળવારના રોજ નંદ બંગલોઝના લોકોએ પણ વેરા વધારવા મુદ્દે વાંધો ઉઠાવતી અરજી કરી હતી.

Bardoli municipality
બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વધારવા સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી

મંગળવારના રોજ બારડોલી શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુરત ખાતે આવેલી નગરપાલિકા નિયામકને ઉદ્દેશીને લખેલી એક અરજી ચીફ ઓફિસરને સુપરત કરી હતી. જેમાં કોંગ્રેસે જણાવ્યુ હતું કે, વર્તમાન સંજોગોમાં દેશમાં મોંઘવારી વધી છે. કોરોનાને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે અલગ અલગ વેરામાં 30થી 100 ટકા સુધીનો વધારો લોકોની કમર તોડી નાંખશે. આથી આ વેરામા વધારો ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે.

Bardoli municipality
મોંઘવારીના સમયમાં વેરા ન વધારવા માટે કોંગ્રેસ સહિત લોકોએ બારડોલી નગરપાલિકા નિમાયકને રજૂ કરી વાંધા અરજી

ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા સફાઈ વેરો(રહેણાંક)ના વર્તમાન દરમાં 50 ટકા, વાણિજ્ય માટે 100 ટકા, પાણી વેરો(રહેણાંક) માટે 41.67 ટકા, વાણિજ્ય માટે 40 ટકા, દીવાબત્તી વેરોમાં 33.33 ટકા, ગટર વેરો (રહેણાંક)માં 41.67 ટકા અને વાણિજ્યમાં 41.67ટકા મળી સરેરાશ 42.75 ટકાના વેરો વધારવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત વાહન વેરાની મૂળ કિમતમાં આજીવન 1 ટકાનો વધારો કરવાનું સૂચવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.