સુરતઃ સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ ડીએમ પાર્ટી પ્લોટનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં પાર્ટી પ્લોટમાં હજારોની સંખ્યામાં યંગસ્ટર એકઠા થઇ ડીજેના તાલે ક્રિસમસની ઉજવણી(Christmas Celebrations in Surat) કરી હતી. વીડિયો વાયરલ થતાં ઉમરા પોલીસ(Umra police) દ્વારા પાર્ટી પ્લોટ ઉપર ક્રિસમસનું આયોજન કરનાર હિતુલ જોશી, દીપક અગ્રવાલ તેમજ કશીશ સોમાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એસડી જૈન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર પણ કિસ્મતની પાર્ટીનો વીડિયો પણ વાયરલ
એક સાથે બે સ્થળોના વિડિઓ વાઇરલ થયો છે. તેમાં એક ડીએમકે પાર્ટી પ્લોટનો(Video of DMK Party Plot Goes Viral) હતો અને બીજો વીડિયો ધ સ્ટ્રી ફીલ દ્વારા વેસુ એસડી જૈન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ(Vesu SD Jain Sports Ground) ઉપર પણ ક્રિસમસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ હજારોની સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ(Breaking of Covid at a Christmas Party in Surat) અને માસ્ક વગર જોવા માળીયા હતા. જેના વિરુદ્ધ ઉમરા પોલીસ દ્વારા આયોજક રજત બંસલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા પરમિશન, પરંતુ કોવિડના નિયમના ભંગ બદલ કાર્યવાહી
સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ડીએમડી પાર્ટી પ્લોટ ખાતે હિતુલ જોશી નામના આયોજન કરનાર દ્વારા એક એક્સીલેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઓથીરિટી પાસે એક્સીલેશનની પરમિશન લીધી હતી. પોલીસ દ્વારા પણ પરમિશન આપવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા સ્થળ ઉપર મ્યુઝિક, સોશિયલ ડિસ્ટન્સ કોવિડના નિયમોનું ભંગ કર્યો હતો. વીડિયોમાં(Video of Surat Christmas Celebration Goes Viral) ધ્યાનમાં આવતા ઉમરા પોલીસે ગઈકાલે રાતે જ આયોજક અને અન્ય બે વિરુદ્ધ IPC કલમ 188 મુજબ એકેડેમીક એક્ટની કલમ મુજબ ગુનો(Crime Against Organisers of Christmas Party) દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat Bullet Train Project: સી.એમ સાથે રેલવે પ્રધાને લીધી ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્કની મુલાકાત
આ પણ વાંચોઃ જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ