ETV Bharat / state

Diamond theft in Surat: હીરાની ચમક સામે ચોરનું સ્વાભિમાન પડ્યું કમજોર

સુરતના કતારગામના રહેવાસી મિશાલ પટેલ હીરાના કારખાનામાં કામ કરતા હતાં. આ દરમિયાન તેણે કટકે-કટકે 2 લાખ રૂપિયાની ચોરી (Diamond theft in Surat) કરી હતી. ખોટા ધંધા ગમે તેટલા છુપાવો તેના પર પ્રકાશ પડી જ જાય ગમે તેટલા પ્રયત્ન કરો. તેવી જ રીતે આ ચોરી કરાયેલા હિરાનું પેકેટ પડી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ (Katargam Police Station) ફરિયાદ નોંધાવી મામલો થાણે પડયો અને ચોરને જેલ ભેગો કર્યો હતો.

Diamond theft in Surat: હીરાની ચમક સામે ચોરનું સ્વાભિમાન પડ્યું કમજોર
Diamond theft in Surat: હીરાની ચમક સામે ચોરનું સ્વાભિમાન પડ્યું કમજોર
author img

By

Published : Jan 12, 2022, 6:45 PM IST

સુરત: એવી કહેવત છે ને કે, ટીપે-ટીપે સરોવર ભરાય આ કહેવત સુરતના હીરાના કારીગર પર પરફેકટ ફીટ થઇ જાય છે. સુરતના કતારગામ સ્થિત હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે ટુકડે ટુકડે અંદાજીત 2 લાખ રૂપિયાની ચોરી (Diamond theft in Surat) કરી હતી. આ મામલે કતારગામ પોલીસ મથકમાં (Katargam Police Station) ફરિયાદ નોંધાવાય હતી. જેમાં પોલીસે કારીગરની ધરકપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

11 વર્ષથી હીરાના કારખાનામાં નોકરી કરતો

સુરતના કતારગામ સ્થિત આશ્રમ બંબાવાડી નજીક રહેતા મિશાલ સતીષ પટેલ રફ હીરાને ઘાટ આપવાનું કામ કરતો હતો. આ દરમિયાન કારીગર મિશાલએ કારખાનામાંથી ચોરી છુપીથી ટુકડે ટુકડે કરીને 2 લાખની કિમતના આશરે 6 કેરેટના 200 નંગ હીરાની ચોરી કરી ઘર ભેગા કર્યા હતા. આ ચોરીની કારખાનામાં જાણ થતા મેનેજર મહેશ દેવરાજ વાઘાણીએ કતારગામ પોલીસ મથકમાં કારીગર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી, ત્યાર બાદ ચોરી કરનાર કારીગરની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કામના સ્થળે જ કરી ચોરી

મેનેજર મુકેશ કાનજી કાકડીયાને ગત ચોથીના રોજ કારખાનાના પાર્કીંગમાંથી એક હીરાનું પેકેટ મળ્યું હતું. આ પેકેટ ત્યાં કેવી રીતે પહોચ્યું તેની જાણકારી ના હેવાથી CCTV ફૂટેજની ચકાસણી કરાય હતી. CCTV ફૂટેજમાં ખુલાસો થયો કે, આ હીરાનું પેકેટ તો કારીગર મિશાલ સતીષ પટેલના ખિસ્સામાંથી પડયું હતું. જેથી તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ કારીગર છેલ્લા 11 વર્ષથી હીરાના કારખાનામાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો:

Varachha Diamond Market: 4.66 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડી મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ

Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.