સુરત: જિલ્લામાં 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાવવાની છે. આ વચ્ચે ભાજપ -કોંગ્રેસ દ્વારા જંગી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણી રૂપાણી સરકાર સામે ભારે ચાબખા કર્યા હતા. નાયબ પ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ જણાવ્યું કે લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે. સત્તાના મતમાં ભાન ભૂલી ગયેલા કોઈ પણ ચમરબંધિ હોય તેના અહંકારને ઉઘાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મતથી મારજો ચપ્પલથી નહીં.
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાણાનીએ જણાવ્યું, સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું બે નવા ગુજરાતીઓએ વેચવાનું કામ કર્યુંગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીના પ્રચારને લઈ સુરત કોંગ્રેસ દ્વારા પુનાગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી- બગસરા અને ખામભાના ઉમેદવાર સુરેશ કોટડીયાના સમર્થનમાં આ કાર્યક્રમ પુનાગામ સ્થગિત સરદાર ફાર્મ ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની હાજર રહ્યા હતા. ધાનાણીનીએ પોતાના સંબોધનમાં ગુજરાત વિધાનસભાની આઠે આઠ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી કમલને કચડી નાંખવાનો દાવો કર્યો હતો. આ સાથે પોતાના સંબોધનમાં તેમણે રૂપાણી સરકાર સામે ગંભીર આક્ષેપો અને આકરા પ્રહારો કર્યા હતા.ધાનાણીએ જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારે ગુજરાતને ઘડવાનું કામ કર્યું અને બે નવા ગુજરાતીઓએ વેચવાનું કામ કર્યું છે. બધાના મતોનું મૂલ્ય એક છે. ગાંધી અને સરદારે ગુજરાતને જોડવાનું કામ કર્યું પરંતુ બે ગુજરાતીઓએ દેશને તોડવાનું અને ગુલામ બનાવવાનું કામ કર્યું છે. જરૂર છે આઝાદીના ઇતિહાસમાં સૌથી બેરોજગારીનો દર ભાજપના સાશનમાં છે.
કમલમ ખાતે ખરીદ વેચાણ નીતિ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂખમારીમાં ભારત આગળ વધી રહ્યું છે. વિકાસ દર 23 ટકાના ખાડામાં ઊંધો લટકે છે. આજકાલ વિકાસ બોલવાનું બંધ કરી દીધુ છે. મંદી- બેરોજગારીએ માજા મૂકી છે. વર્તમાન રૂપાણી સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે. વિજબીલમાં રાહત આપવામાં આવતી નથી. કોરોનાની મહામારીમાં દરેકના ઘરે 5 રૂપિયાનું માસ્ક અને સેનેટાઈઝર વિના મૂલ્યે નથી પહોંચાડી શક્યા. શાળાઓની સત્ર ફી માફ નથી કરવામાં આવતી, આજે ફી માફિયાઓ બેલગામ બન્યા છે. છોકરાઓને શાળામાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેના હાથમાં રક્ષાની કમાણ સોંપવામાં આવી છે તેના હાથ કાળાં કરાવવામાં આવી રહ્યા છે. કમલમ ખાતે ખરીદ વેચાણ સંઘની નીતિ ચાલી રહી છે. ગમે તેને ખરીદી લેવું નીતિ ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ડેમેજ કન્ટ્રોલ નીતિ સામે નિવેદન આપતા ધાનાણીએ જણાવ્યું હતું કે, કરોડોના કોથળે ખરીદી લેવાની નીતિ ચાલી રહી છે.
નાયબ પ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ આડકતરી રિતે ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે,લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે. સત્તાના મતમાં ભાન ભૂલી ગયેલા કોઈ પણ ચમરબંધિ હોય તેના અહંકારને ઉઘાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મતથી મારજો.