ETV Bharat / state

સુરતના અંબાજી મંદિરમાં નવરાત્રિમાં ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં

author img

By

Published : Oct 10, 2020, 2:08 PM IST

Updated : Oct 10, 2020, 7:04 PM IST

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ પર્વને લઇ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ભક્તો દેશભરમાં પ્રખ્યાત સુરતના અંબાજી મંદિરમાં આ વખતે માતાજીના દર્શન કરી શકશે નહીં. તેમજ આરતીમાં પણ ભાગ લઇ શકશે નહીં. કોરોનાને ધ્યાનમાં રાખી અંબાજી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે 50 વર્ષમાં પહેલીવાર ભક્તો નવરાત્રીમાં માતાજીના સાક્ષાત દર્શન કરી શકશે નહીં.

surat
સુરત

સુરત : નવરાત્રિ એટલે મહાશક્તિનો પર્વ અને આ નવરાત્રિમાં ભાવિ ભક્તો માતાજીની મંદિરમાં મોટી લાઈનોમાં ઊભા રહી દર્શન કરતા હોય છે. નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહીં. દેશભરમાં પ્રખ્યાત અંબાજી ટ્રસ્ટના માતાજીના મંદિરમાં દેશના ખૂણાથી ભક્તો નવરાત્રિના પર્વ દરમિયાન આવતા હોય છે.

સુરતના અંબાજી મંદિરમાં આ વખતે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં

ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત બિહાર, ઉત્તરપ્રદેશના ભક્તો નવરાત્રિ દરમિયાન અંબાજીના દર્શન માટે આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિમાં ભક્તો માટે મંદિર ખુલ્લો મુકવામાં આવશે નહીં. એટલું જ નહીં 50 વર્ષમાં પહેલીવાર ભક્તો નવરાત્રિમાં માતાજીના દર્શન કરી શકશે નહીં.

જોકે ભક્તો માટે ખાસ એલઇડી સ્ક્રીન મંદિર બહાર મુકવામાં આવશે. આ એલઇડી સ્ક્રીન દ્વારા ભક્તો આરતી સહિત અન્ય પૂજા-અર્ચના લાઈવ નિહાળી શકશે.

Last Updated : Oct 10, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.