સુરતઃ શહેરમાં ગુનાખોરીની સંખ્યા વધી રહી છે. ત્યારે અમરોલી વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પુત્રએ પિતાને માથામાં મસાલા પીસવાનો પથ્થર મારી દેતા પિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Surat Murder Case: 23 વર્ષની ઉંમરે હત્યા કરનાર આરોપી 52 વર્ષની ઉંમરે ઝડપાયો
પિતાનું થયું ઘટનાસ્થળે મોતઃ મળતી માહિતી અનુસાર, અમરોલીમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના સ્વાઈ પરિવારમાં મુકબધિર પુત્ર ઘરમાં લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો. એટલે પિતાએ ઠપકો આપતા તે રોષે ભરાઈ ગયો હતો અને પિતાએ હાથ પર ચપ્પુ મારી દીધું હતું. આટલેથી જ ન રોકાતા રોષે ભરાયેલા પુત્રએ મસાલા પીસવાનો પથ્થર પિતાના માથામાં મારી દેતા પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રોષે ભરાયેલા પુત્રએ કરી હત્યાઃ હત્યાની આ ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતા ગણેશ સ્વાઈ એક કારખાનામાં કામ કરતા હતા. તેઓ પોતાના 2 પુત્રો સાથે રહેતા હતા અને મૂળ ઓરિસ્સાના રહેવાસી હતા. જ્યારે એક પુત્ર એ ડાયમંડ ફિક્સિંગનું કામ કરે છે. જ્યારે બીજો શંકર મુકબધિર છે. મુકબધિર પુત્ર શંકર ઘરની લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો, જેથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા પિતાએ પિતાની જ હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો Ahmedabad murder case: IB ઓફિસરે પોતાની જ પત્નીની આપી હતી સોપારી, થઈ ધરપકડ
પહેલા બોલાચાલી થઈ હતીઃ આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે બીજો પુત્ર નોકરી કરીને ઘરે આવ્યો હતો. તેણે આવીને જોયું કો, પિતા મૃત હાલતમાં પડ્યા હતા. આ સમગ્ર મામલે એસીપી આર. પી. ઝાલાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચીને જાણવા મળ્યું હતું કે, મૃતક અને તેના પુત્ર વચ્ચે રાત્રિ દરમિયાન લાઈટ બંધ ચાલુ કરવા બાબતે બોલાચાલી થઈ હતી.
પુત્રની અટકાયત કરાઈઃ SPએ વધુમાં જણાવ્યું હતું કે, આ બોલાચાલીમાં પુત્રએ આવેશમાં આવી જઈ ઘરમાં પડેલા મસાલા પીસવાના પથ્થર વડે પિતાના માથા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગણેશ સ્વાઈનું મોત થયું હતું. આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપી શંકરની અટકાયત કરી હતી.