સુરત જે ઘટના સામે આવી છે(Surat Crime News ) તેના કારણે દરેક વાલીઓમાં ચિંતા (Surat Teacher News) જોવા મળી રહી છે. ડીંડોલી વિસ્તારમાં એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષક વિરોધ પોસ્કો એક્ટ (pocso act) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં (tuition teacher arrested for sexually abusing boy) આવી રહી છે.
શિક્ષક હેવાન સુરતના ડીંડોલી વિસ્તારમાં(Dindoli area of Surat) ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે આઠ વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. જે અંગે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માતા પિતા નોકરી અર્થે બહાર જતા હતા. અને બાળક બની શકે આ માટે તેઓએ ટ્યુશન ક્લાસમાં પોતાના બાળકને મોકલવાનું શરૂ કર્યું હતું. ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરેના ટ્યુશન ક્લાસમાં બાળક તેના અભ્યાસ અર્થે આવ્યો હતો આ દરમિયાન શિક્ષકે ક્લાસીસમાં આવેલા બાથરૂમમાં લઈ જઈ તેણે વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું બીજી તરફ આ સમગ્ર બનાવની જાણ બાળકના માતા-પિતાને થઇ હતી જેમાં બાળકના પરિવારજનોએ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં(Dindoli Police Surat) ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર
ઊંડાણપૂર્વક તપાસ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થયા બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.પીડિત બાળકની માતાએ પોલીસ મથકે આવી ફરિયાદ આપી હતી. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે 5 જાન્યુઆરીના રોજ સાડા ચારથી 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ટ્યુશન કલાસીસના શિક્ષકે બાળકને કલાસીસના બાથરૂમમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.
આ પણ વાંચો શિક્ષક રાક્ષસ બન્યો: દારૂ પીવાની ના પાડતા શિક્ષિકા પત્નીની કરી હત્યા
વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ આ બાબતે પોલીસે ડીંડોલી પોલીસે (Dindoli Police Surat) શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. શિક્ષક નવાગામ વિસ્તારમાં કલાસીસ ચલાવે છે. જે વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે તે ત્યાં ટ્યુશન માટે જતો હતો. ઉપરાંત વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ કરાવવામાં (pocso act punishment 2023 ) આવી રહ્યું છે