ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડાના અસરના કારણે સુરતમાં રાતે અનેક વૃક્ષો પડ્યા, દરિયામાં ભારે કરંટ - સુરતમાં વૃક્ષ ધરાશાયી

વાવાઝોડાના અસરના કારણે સુરત શહેરમાં મોડી રાતે 7 ઝાડ પડ્યા હતા. જેમાં એક અડાજણમાં પાર્ક કરવામાં આવેલી કાર પર ઝાડ પડ્યું હતું. જોકે, સુરતના દરિયામાં 4થી5 ફૂટ ઉંચા મોજા ઉછળવા સાથે કરંટ પણ જોવા મળી રહ્યો છે. 55 કિમીની ઝડપે પવન ફંકાઈ રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં ઝાડ ધરાશાયી થતાં તંત્ર દ્વારા તાત્કાલીક કામગીરી હાથ ધરવામાં આવી છે.

Cyclone Biparjoy : વાવાઝોડાના અસરના કારણે સુરતમાં રાતે અનેક વૃક્ષો પડ્યા, દરિયામાં ભારે કરંટ

author img

By

Published : Jun 12, 2023, 6:34 PM IST

વાવાઝોડાના અસરના કારણે સુરતમાં રાતે અનેક વૃક્ષો પડ્યા, દરિયામાં ભારે કરંટ

સુરત : બિપરજોય વાવાઝોડુના અસરના કારણે સુરત શહેરમાં મોડી રાતે કુલ 7 ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરના અડાજણ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી કાર પર ઝાડ પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

55 કીમીની ઝડપે પવન : બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે શહેરમાં 55 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે, જેના કારણે મોડી રાતે કુલ 7 ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે.જેમાં શહેરના અડાજણ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી કાર પર ઝાડ પડ્યું છે. તે ઉપરાંત શહેરમાં ઘોડદોડ રોડમાં આવેલી આદર્શ સોસાયટીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક, અડાજણ વિસ્તારમાં આવેલ જ્યોતીન્દ્ર દવે ગાર્ડન નજીક પવિત્રા રો હાઉસ, સિટીલાઇટ અણુવ્રત દ્વાર, ભટાર રોડ આશીર્વાદ પેલેસ, અલથાણ ગામ,લસકાણા મારુતિ નગર એમ મોડી રાતે કુલ 7 ઝાડ પાડવાની ઘટનાઓ સામે આવી હતી. આ તમામ સ્થળોએ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા ઝાડ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દરિયામાં 4થી 5 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. જોકે આ પેહલા જ તંત્ર દ્વારા શહેરના સુવાલી અને ડુમસ બીચ સાવચેતીના ભાગરૂપે લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આદેશ મુજબ બિપરજોય વાવાઝોડાને લઈને એક અઠવાડિયાથી શહેરના તમામ ફાયર વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તેની સાથે શહેરમાં જો કોઈ ઘટના બને તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે. તેમજ ગઈકાલે આખો દિવસ જોરદાર પવન ફૂંકાવાને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઝાડ પડી કુલ 11 સ્થળોએ ઝાડ પાડવાની ઘટનાઓ સામે આવી હતી. મોડી રાતે ભારે પવનોના કારણે 7 સ્થળોએ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ઘટના જાણ થતા જ ફાયર વિભાગ દ્વારા ઝાડ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. - વસંત પરિખે (ફાયર વિભાગના એડિશન ફાયર ઓફિસ)

સુરતના દરિયામાં કરંટ : ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતના બંને દરિયાકાંઠે ઉચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળી રહ્યો છે. તે સાથે સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી ઓને હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

લોકો માટે સાવચેતી : તો બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું છે કે, સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તેમજ માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઈકાલ સવારથી જ સુરતના દરિયાકાંઠે દરિયામાં 4થી5 ફૂટ ઉંચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળ્યો છે. તે સાથે જ હવામાન વિભાગ પાસેથી મળતી 55 કીમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે શહેરના અનેક સ્થળો ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.

42 ગામોને એલર્ટ : તે ઉપરાંત તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. SDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આગમચેતીના ભાગરૂપે હાઈ રાઈઝ બિલ્ડીંગ પરથી બેનર્સ અને હોર્ડિંગ્સ વગેરે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  1. Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
  2. Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને કચ્છની માનવ સંસ્થાઓ આવી આગળ, લોકો માટે નાસ્તાના પેકેટો કરાયા તૈયાર
  3. Gujarat Cyclone Biporjoy: ભારતીય હવામાન વિભાગે શેર કરેલા ફોટોમાં જૂઓ ચક્રવાતનો મિજાજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.