ETV Bharat / state

સરકારી નોકરીની જાહેરાત બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં ઠગબાજની ધરપકડ - Government Job

સરકારી નોકરીની જાહેરાત બનાવી લોકો સાથે છેતરપિંડી કરી લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવનાર ઠગબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી પોતાનું નામ ડોક્ટર રાજીવ મહેતા જણાવ્યું હતું એટલું જ નહીં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના પીએ હાર્દિક મારો ભાઈ છે એમ જણાવ્યું હતું. Cybercrime Cybercrime Online Cheating Casein Surat Government Job Advertisement

સરકારી નોકરીની જાહેરાત બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં ઠગબાજની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 7:55 PM IST

Updated : Nov 16, 2023, 10:47 PM IST

સુરત : સુરત ઉધના પોલીસે શહેરમાં સરકારી નોકરી આપવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી છે. ઠગબાજ હાર્દિક મિસ્ત્રી સુરત શહેરના અમરોલી વિસ્તાર ખાતે આવેલા શાંતિપૂજન રેસીડેન્સીમાં રહે છે. આરોપીએ ડોક્ટર રાજીવ મહેતા નામનું એક ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી સુરત શહેરમાં આરોગ્ય કેન્દ્રો નવી સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નોકરી આપવાની જાહેરાત કરી હતી.

ટોચના લેવલની ઓળખ આપતો : આ ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી માધ્યમથી જે લોકો તેનો સંપર્ક કરતા હતા તેમને તે જણાવતો હતો કે તે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના પીએ હાર્દિકનો ભાઈ છે. જેથી લોકો સહેલાઈથી તેના પર ભરોસો મૂકી દેતાં હતાં. આમ આ ઠગબાજે લોકો સાથે છેતરપિંડી કરી હતી.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીએ ડિસેમ્બર વર્ષ 2022માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીએચએમએસની નોકરી લગાવી દેવાના નામે પણ છેતરપિંડી કરી હતી

રાજકોટ સાયબર સેલમાં તેની વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપીએ 23 લાખ રૂપિયાની છેતરપિંડી ત્યાં કરી હતી. આવી જ રીતે તેને ખેડા જિલ્લામાં પણ ફેક આઈડી બનાવી છેતરપિંડી કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આરોપીએ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ અમે કરી રહ્યા છીએ...એસ. એન. દેસાઈ (પોલીસ ઇન્સ્પેક્ટર, ઉધના પોલીસ સ્ટેશન )

એપ્લિકેશન મારફતે પૈસા પડાવી લીધા : આરોપીએ સ્મીમેર હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને નવી સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન બીલીંગ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરીની જાહેરાત બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. આરોપીનો ભોગ બનેલા ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તેને એપ્લિકેશન મારફતે ફરિયાદી અને અન્ય લોકોને સરકારી નોકરી આપવાના બહાને તેમની પાસેથી 66000 અને અન્ય લોકો પાસેથી 2.32 ફોન પે ક્યુ આર કોડ સ્કેનર મારફતે ઓનલાઈન પૈસા પડાવી તેમની સાથે છેતરપિંડી કરી હતી.

  1. Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં
  2. યુવકના ખાતામાં અચાનક જમા થયા કરોડો રૂપિયા, એક ખાતામાંથી બીજા ખાતામાં થવા લાગ્યા ટ્રાન્સફર, જાણો આગળ શું થયું

Last Updated : Nov 16, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.