સુરત રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ નવા વર્ષને લઈને લોકો ઉજવણી (happy new year) કરી રહ્યા છે. લોકો એકાબીજાને નવા વર્ષની શુભેચ્છા અભિનંદન, શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નવા વર્ષ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત 2022ની ચૂંટણીને લઈને તેઓએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.(Surat happy new year)
સી.આર.પાટીલ શું કહ્યું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, આજે નવ વરસ છે નવ વર્ષની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. કોરોના બે વર્ષ બાદ આખા દેશવાસીઓએ આ વખતે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી છે. આ પહેલા પણ નવરાત્રીનો તહેવાત ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દિવાળી અને દિવાળી પૂર્ણ થયા બાદ આજે નવ વર્ષ અને ભાઈબીજ એક સાથે છે. આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ ભાઈ બહેનોને દિવાળી, નવાવર્ષ અને ભાઈબીજની શુભકામનાઓ. (CR Patil happy new year wished)
2022ની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કરશે. વધુમાં જણાવ્યું કે, પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી 2022 ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો આ ચૂંટણી લડીને જીતવા માટે કટિબદ્ધ છે. લોકો સાથે અન્ય સંપર્ક કોરોના કાળથી રહ્યો છે. કોરોના કાળમાં તમને કરેલી સેવાઓ ગુજરાતના લોકોમાં રહ્યી છે. એના થકી તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. મને વિશ્વાસ છે કે, કાર્યકર્તાઓની મહેનત વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ તેમના પ્રત્યે દેશના લોકોની જે ભાવનાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરી એક રેકોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (happy new year 2022)
અનોખા રેકોર્ડનો વિશ્વાસ વધુમાં જણાવ્યું કે રેકોર્ડ કરવાનો સંકલ્પ ભારતીય જનતા (happy new year gujarati) પાર્ટીના કાર્યકર્તાઓ ચાર ઝોનમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં આ સંકલ્પ કર્યો છે. એક અનોખો રેકોર્ડ કરશે એવું મને વિશ્વાસ છે. (happy new year wishes)