ETV Bharat / state

ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે - MLA Harsh Sanghvi

વધી રહેલા કરોના પોઝિટિવ કેસ વચ્ચે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમની ટીમ દ્વારા માત્ર 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી હાલ શરૂ કરાઇ છે.

ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે

author img

By

Published : Apr 7, 2021, 8:52 PM IST

Updated : Apr 7, 2021, 9:43 PM IST

  • અલથાન વિસ્તારમાં યુદ્ધના ધોરણે કોવિડ હેલ્થ સેન્ટર નિર્માણની કામગીરી શરૂ
  • 200 બેડની હોસ્પિટલ નિર્માણ કામગીરી હાલ શરૂ કરાઇ
  • હર્ષ સંઘવી દ્વારા કોરોના ફેઝ વનમાં પણ સેંકડો દર્દીઓને અપાય હતી સારવાર

સુરતઃ વધી રહેલા કરોના પોઝિટિવ કેસ વચ્ચે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમની ટીમ દ્વારા માત્ર 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી હાલ શરૂ કરાઇ છે. અગાઉ પણ જ્યારે ફેઝ વનમાં કોરોના સંક્રમણ સુરતમાં વધ્યું હતું, ત્યારે પણ હર્ષ સંઘવી દ્વારા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર શરૂ કરી સેંકડો દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે

આ પણ વાંચોઃ VNSGUના કેમ્પસમાં રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવાશે

સુરતના અલથાન વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હોલમાં યુદ્ધના ધોરણે કોવિડ હેલ્થ સેન્ટર નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અટલ કોવિડ સેન્ટરમાં 200 બેડ ઉપલબ્ધ રહેશે અને તમામ બેડ પર ઓક્સિજનની સુવિધાઓ દર્દીઓને મળી રહેશે. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના કારણે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં બેડની અછતની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ફરી એક વખત આ કોવિડ સેન્ટર અને શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. માત્ર 72 કલાકમાં આ કોવિડ સેન્ટર તૈયાર થઈ જશે.

આ પણ વાંચોઃ પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું

કોરોની વેક્સિન પણ દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે

પૂર્વો જ્યારે આ જ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં લોકોને જે રીતે સારવાર આપવામાં આવી હતી. તેની પ્રશ્નસા પોતે વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. આ હોસ્પિટલ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને આવા કપરા સમયમાં બેડની અછત ન થાય આ હેતુથી આ સુવિધા 72 કલાકમાં તૈયાર કરી આપવામાં આવશે. તમામ બેડમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ રહેશે સાથે લોકોને નિઃશુલ્ક અહીં સારવાર આપવામાં આવશે. તમામ દવાઈ અને ખાસ કરીને કોરોની વેક્સિન પણ અહીં દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે.

Last Updated : Apr 7, 2021, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.