- બારડોલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ કોવિડ સેન્ટર શરૂ કર્યુ
- 36-36 બેડના સેન્ટરો શરૂ કર્યા
- જિલ્લામાં ઝડપથી ફેલાય રહ્યો છે કોરોના
બારડોલી: કોરોના સંક્રમણ વધતા સુરત જિલ્લાના બારડોલી અને માંડવીમાં 36-36 બેડના કોવિડ-19 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. બારડોલીમાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે કોવિડ કેર સેન્ટરની સ્થાપ્યું હતું
કોવિડ સેન્ટરના અભાવે સ્થિતિ ગંભીર બની હતી
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો ચેપ વધુને વધુ ઝડપી ફેલાય રહ્યો છે. સુરત શહેર જ નહીં પરંતુ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ઝડપથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. જિલ્લામાં ગત રોજ 198 જેટલા કેસ સામે આવ્યા હતા પરંતુ તેમની સારવાર માટે બારડોલી સહિત જિલ્લામાં કોવિડ કેર સેન્ટર ન હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની હતી.
આ પણ વાંચોઃ પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું
36 પૈકી 26 બેડ પર ઓકિસજનની સુવિધા
આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા ગુરૂવારથી બારડોલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ માંડવી ખાતે કોવિડ કેર સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. બંને સ્થળો પર 36 -36 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બારડોલીમાં ઉપલબ્ધ 36 બેડ પૈકી 26 બેડો પર ઓક્સિજનની સગવડ ઉભી કરવામાં આવી છે.
![કોરોના સંક્રમણ વધતા બારડોલી અને માંડવીમાં કોવિડ કેર સેન્ટર પુનઃ કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-03-covid-center-photo-story-gj10039_08042021193529_0804f_1617890729_669.jpg)
આ પણ વાંચોઃ રાજકોટ: વિરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ
આ કોવિડ કેર સેન્ટરનું સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે ખુલ્લું મૂક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારના સંક્રમિત લોકોને સમયસર અને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય અને કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે લોકોને કોવિડ-19 માર્ગદર્શિકાનું પાલન કરે તેમજ કામ વગર ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરી હતી.
માલિબા કોલેજમાં પણ કોવિડ સેન્ટર શરૂ થશે
કોવિડ સેન્ટરના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ જણાવ્યું હતું કે,બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં પણ કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. આ માટે મશીનરી અને સ્ટાફની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.