ETV Bharat / state

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ: અંડરવર્લ્ડ ડોન ફજલુ અને અશરફે ત્રણ દિવસમાં 22 ધમકી ભર્યા કૉલ કર્યા - સુરત સમાચાર

સુરતઃ દસ વર્ષ જૂના ખંડણીના કેસમાંથી બચવા માટે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી તરફથી સુરત કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. પરંતુ સુરત કોર્ટે તેને રદ કરી ચાર્જફ્રેમ માટે 30મી સપ્ટેમ્બરના રોજ નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કર્યો છે. તેમજ સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

અંડરવર્લ્ડ ડોન ફજલુ અને અશરફે ત્રણ દિવસમાં 22 ધમકી ભર્યા કૉલ કર્યા
author img

By

Published : Sep 26, 2019, 1:25 PM IST

Updated : Sep 26, 2019, 4:59 PM IST

આ હાઇપ્રોફાઇલ કેસમાં શિલ્પા શેટ્ટીના માતા-પિતા વિરૂદ્ધ સુરતના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, સુનંદા શેટ્ટી અને તેમના પતિ સુરેન્દ્ર શેટ્ટી દ્વારા અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ અને અશરફને સુરતના કાપડ વેપારી પાસેથી બે કરોડની ખંડણી વસૂલવા માટે હવાલો સોંપ્યો હતો. જેના માટે બંનેએ વેપારીને વારંવાર ફોન કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા.

અંડરવર્લ્ડ ડોન ફજલુ અને અશરફે ત્રણ દિવસમાં 22 ધમકી ભર્યા કૉલ કર્યા

30મી સપ્ટેમ્બરના રોજ સુનંદા શેટ્ટીને સુરત કોર્ટે પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં ચાર્જફ્રેમ માટે હાજર રહેવા આદેશ આપ્યો છે. કોર્ટે દ્વારા નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરી આદેશ આપવામાં આવ્યો છે. 1મે 2003ના રોજ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રફુલ સાડીના માલિક પંકજ અગ્રવાલ દ્વારા FIR કરવામાં આવી હતી.FIRમાં જણાવ્યાનુસાર, ફરિયાદીને ફઝલુ રહેમાન અને અશરફ ખંડણી માટે વારંવાર ફોન કરતા હતા. આશરે 22થી વધુ વખત ઇન્ટરનેશનલ કૉલ પંકજના લેન્ડલાઈન અને મોબાઈલ ઉપર કર્યા હતા. બંને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તારીખ 29 માર્ચ 2003માં ફજલુએ મલેશિયાથી ફોન કરીને ખંડણીની માંગ કરી હતી. જો પૈસા નહી આપેતો મારી નાંખવાની ધમકી આપી હતી.પ્રફુલ સાડી ખંડણી કેસમાં આશરે 145 પાનાંની ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યુ હતું કે." વર્ષ 1998માં પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ સ્વીઝરલેન્ડ પેરિસ મુકામે ફિલ્મ બનાવી હતી. જેની કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નહોતી. એડ માટે અભિનેત્રીને ચાર લાખ રૂપિયા ચૂકવાયા હતા. તેમ છતાં તે બે કરોડની માંગણી કરતી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. સાથે જ નિર્ધારિત સમય કરતાં પણ વધુ સમય માટે પ્રફુલ સાડીના માલિકે આ એડ ચાલુ રાખી હોવાથી તેની રોયલ્ટીની રકમ હેઠળ વધારાના પૈસા માગી રહી છે."આ ફરિયાદમાં કુલ ચાર આરોપી છે. જેમાં સુનંદા શેટ્ટી, સુરેન્દ્ર શેટ્ટી,અશરફ અને ફજલુ. તેમની પર આરોપ છે કે, દિનેશ નારાયણ અને પદ્મનાભં નામના વ્યક્તિઓને શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીએ ફઝલુ અને અશરફને આ ખંડણીનો હવાલો આપ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી દિનેશ નારાયણ રાય સુરેન્દ્ર શેટ્ટી દિલીપ રાજારામ પદ્મનાથ ગોપાલ સુનંદા શેટ્ટી અને ફઝલુની ધરપકડ કરવામાં હતી. હાલ તમામ જામીન ઉપર છે.

Intro:સુરત : દસ વર્ષ જૂના ખંડણીના કેસમાંથી બચવા માટે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી તરફથી સુરત કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી પરંતુ સુરત કોર્ટે તેને રદ કરી ચાર્જફ્રેમ માટે ૩૦મી સપ્ટેમ્બરના રોજ નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરી સુનંદા શેટ્ટી ને હાજર રહેવા આદેશ કર્યો છે.આ હાઇપ્રોફાઇલ કેસમાં આરોપ છે કે સુનંદા શેટ્ટી અને તેમના પતિ સુરેન્દ્ર શેટ્ટી દ્વારા અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ અને અશરફને સુરતના કાપડ વેપારી પાસેથી બે કરોડની ખંડણી વસૂલવા માટે હવાલો સોંપવામાં આવ્યો હતો. જેના માટે બંનેએ વેપારીને આશરે 22થી વધુ ફોન કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Body:30મી સપ્ટેમ્બરના રોજ સુનંદા શેટ્ટીને સુરત કોર્ટે પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં ચાર્જફ્રેમ માટે હાજર રહેવા આદેશ આપ્યો છે. કોર્ટે દ્વારા નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરી આદેશ આપવામાં આવ્યો છે.1મે 2003ના રોજ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રફુલ સાડીના માલિક પંકજ અગ્રવાલ દ્વારા એફઆઈઆર કરવામાં આવી હતી કે તેઓની પાસેથી ફઝલુ રહેમાન અને અશરફ ખંડણી માટે વારંવાર ફોન કરી રહ્યા છે. આ બંને આશરે 22 થી વધુ વાર ઇન્ટરનેશનલ કોલ પંકજના લેન્ડલાઈન અને મોબાઈલ ઉપર કર્યા હતા. બંનેએ બે કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તારીખ 29 માર્ચ 2003માં ફજલુ એ ફોન કરી પંકજ ને કહ્યુ હતુ કે મલેશિયાથી બોલુ છુ અને ખંડણીની માંગ કરી જ્યારે 27, 28 અને 29 માર્ચ તારીખે આશરે કોલ કર્યા હતા. પંકજ ને ભયભીત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ કે અમદાવાદમાં જે રીતે હરેન પંડ્યા નું મર્ડર થયું તેમ તમારુ પણ મર્ડર કરી નાખવામાં આવશે જો તમે ખંડણીની રકમ નહી આપો તો

પ્રફુલ સાડી ખંડણી કેસમાં આશરે ૧૪૫ પાનાંની ચાર્જશીટ કરવામાં આવી હતી ફરિયાદીએ જણાવ્યુ હતું કે વર્ષ 1998 મા પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ સ્વીઝરલેન્ડ પેરિસ મુકામે ફિલ્મ બનાવેલી આ કોન્ટ્રાક્ટ માં એડ ની સમય મર્યાદા નક્કી નહોતી. શિલ્પા શેટ્ટીને ચાર લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા તેમ છતા વધારાના બે કરોડની રકમ ફરિયાદી પાસેથી ખંડણી રૂપે માંગવામાં આવી હતી. જ્યારે આરોપ છે કે નિર્ધારિત સમય કરતાં પણ વધુ સમય માટે પ્રફુલ સાડીના માલિકે આ એડ ચાલુ રાખી હતી જેની રોયલ્ટીની રકમ હેઠળ આ ખંડણીની માગણી કરાઇ હતી.

આ ફરિયાદમાં કુલ ચાર આરોપી હતા જેમાં પ્રથમ સુનંદા શેટ્ટી ત્યારબાદ સુરેન્દ્ર શેટ્ટી અને ત્રીજા નંબરે અશરફ અને ચોથા નંબરે ફજલુ,આરોપ છે કે દિનેશ નારાયણ અને પદ્મનાભં નામના ઇસમો થકી શિલ્પા શેટ્ટી ના પિતા સુરેન્દ્ર શેટ્ટીએ ફઝલુ અને અશરફ ને આ ખંડણી નો હવાલો આપ્યો હતો.આ કેસમાં અત્યાર સુધી દિનેશ નારાયણ રાય સુરેન્દ્ર શેટ્ટી દિલીપ રાજારામ પદ્મનાથ ગોપાલ સુનંદા શેટ્ટી અને ફઝલુની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તમામ જામીન ઉપર છે.

Conclusion:હાલ આ હાઈ પ્રોફાઈલ કેસમાં ડિસ્ચાર્જ અરજી રદ્દ થતા બોલીવુડની નજર સુરત કોર્ટમાં ચાલી રહેલા કેસ પર છે.

બાઈટ : અનિષ ખયાલી (વકીલ-ફજલુ રહમાન)
Last Updated : Sep 26, 2019, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.