- શ્રાવણ મહિનો આવતા જ સક્રિય થયા જુગારીઓ
- કોસંબા પોલીસે મોટી નરોલી ખાતેથી 13 જુગારીઓ ઝડપયા
- 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
શ્રાવણ મહિનો નજીક આવતા જ જુગારીઓ સક્રિય થયા છે ત્યારે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે એક ફાર્મ હાઉસમાં કોસંબા પોલીસે બાતમીના આધારે છાપો મારતા 13 જેટલા જુગારીઓ હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા, પોલીસે તે પાસેથી દાવ પર લગાવેલા રોકડ તેમજ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો: 2 વર્ષમાં જુદા જુદા શહેરોમાં 27 લોકોને નિશાન બનાવી 6.50 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ઘરમાંથી ઝડપી પાડ્યો
કોસંબા પોલીસે છાપો મારતા હારજીતનો જુગાર રમતા 13 ઈસમો ઝડપાયા
કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો.હિમાંશુ ભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોજે મોટી નરોલી ગામની સીમમાં આવેલા અને બાળવાસ હોટેલની પાછળની નવકાર ફાર્મ હાઉસ આવેલા છે આ ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો ફાર્મ હાઉસનું 20 હજાર ભાડું નક્કી કરી જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે કોસંબા પોલીસે છાપો મારતા હારજીતનો જુગાર રમતા 13 ઈસમો ઝડપાઇ ગયા હતા, આ ઈસમો પાસેથી પોલીસે દાવ પર લગાવેલા રકમ તેમજ મુદ્દામાલ મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરા LCBએ વિદેશી દારૂ સાથે રૂપિયા 24.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ઝડપાયેલા તમામ જુગારીઓ ભરૂચ જિલ્લાના નીકળ્યા
જુગાર રમતા જુગારીઓની પોલીસે કડક પૂછપરછ કરતા તમામ જુગારીઓ ભરૂચ જિલ્લાના નીકળ્યા હતા. તેઓ ભાડે ફાર્મ રાખી જુગાર રમતા હોવાનું પણ કબલ્યું હતું