ETV Bharat / state

સુરત અને તાપીમાં AAP કૉંગ્રેસની લડાઈમાં ભાજપ ફાવી ગયું - Vyara Assembly Seat

સુરત જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો (Congress AAP lost seats in Surat) હતો. અહીં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શકી નહતી. તેમ છતાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ સાથે જ આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસની બાજી બગાડી દીધી હતી.

સુરત અને તાપીમાં AAP કૉંગ્રેસની લડાઈમાં ભાજપ ફાવી ગયું

author img

By

Published : Dec 9, 2022, 3:33 PM IST

સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. અહીંની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તે જીતી શકી નહતી, પરંતુ કૉંગ્રેસની બાજી બગાડવામાં પૂરેપૂરો ફાળો આપ્યો હતો. અહીં મતોની સ્થિતિ જોતાં આમ આદમી પાર્ટીએ સીધા કૉંગ્રેસના મતો પર તરાપ મારી હોવાનું નજરે પડી રહ્યું છે.

કેટલીક બેઠકો પર આપ બીજા ક્રમાંકે રહી સુરત અને તાપી જિલ્લામાં આપ ભાજપને સૌથી વધુ ફાયદો કરાવી ગઈ છે. મોટા ભાગની બેઠકો (Congress AAP lost seats in Surat) પર આપે કોંગ્રેસના મતો કાપ્યા છે. કેટલીક બેઠકો પર આપ બીજા નંબર પર રહી છે.

આદિવાસી વિસ્તારમાં આપ વધુ મતો લઈ ગઈ આદિવાસી પટ્ટાની (Tribal Belt in Gujarat) વાત કરીએ તો મહુવા, માંગરોળ, માંડવી અને બારડોલી બેઠક (Bardoli Assembly Seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોટા પ્રમાણમાં મત લઈ ગયા છે. એ જ રીતે ચોર્યાસી (Choryasi Assembly Seat), કામરેજમાં વિધાનસભા બેઠક (Kamrej Assembly Seat) પર પણ આપના ઉમેદવારોએ વધુ મત મેળવ્યા છે. તો ચોર્યાસી વિધાનસભામાં (Choryasi Assembly Seat) આમ આદમી પાર્ટી ભાજપ બાદ બીજા ક્રમે રહી હતી. અહીં 49,615 મત આપને મળ્યા છે. તો કૉંગ્રેસને 25840 મત જ મળતા ત્રીજા ક્રમે ધકેલાયું છે.

કામરેજમાં AAP બીજા ક્રમાંકે રહી એ જ રીતે કામરેજ વિધાનસભામાં (Kamrej Assembly Seat) આમ આદમી પાર્ટીને 110888 મતો મળ્યા છે. અહીં પણ તે બીજા ક્રમે રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 27424 મતો જ મળ્યા છે. માંગરોળ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી 42646 મત મેળવી બીજા ક્રમે રહી હતી. જ્યારે કોંગ્રેસને 26718 મતો જ મળી શક્યા છે. માંડવીમાં કોંગ્રેસ બીજા ક્રમે રહી છે. કોંગ્રેસને 56393 મતો મળ્યા છે. જ્યારે આપને 49108 મતો મેળવી કોંગ્રેસને ભારે નુકસાન પહોંચડ્યું છે.

મહુવામાં મળેલા મત મહુવા વિધાનસભાની (Mahuva Assembly Seat) વાત કરીએ તો અહીં કૉંગ્રેસને 49857 જ્યારે આપને 35591 મતો મળ્યા છે. બારડોલી વિધાનસભામાં કૉંગ્રેસને 28579 જ્યારે આપને 24710 મત મળ્યા છે.

કૉંગ્રેસ કરતા આપે વધુ મત મેળવ્યા આમ, સરેરાશ આપ જિલ્લામાં કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવવામાં સફળ રહી છે. એ જ રીતે તાપી જિલ્લાની વાત કરીએ તો, વ્યારા વિધાનસભામાં (Vyara Assembly Seat) આપ બીજા ક્રમે રહી 47513 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 45904 મત સાથે ત્રીજા ક્રમ પર ધકેલાય ગઈ છે. નિઝરમાં કોંગ્રેસ 74301 જ્યારે આપને 35781 મત લઈ ગઈ હતી. આમ સુરત તાપી જિલ્લાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ મોટા પ્રમાણમાં કોંગ્રેસના મતો કાપવામાં સફળ રહી છે. જે આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉપરાંત બંને માટે ચિંતાનો વિષય બનશે.Conclusion:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.