ETV Bharat / state

કુમાર કાનાણીના જમાઈ સામે છેડતીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

એકબાજુ રાજ્યમાં ચૂંટણીનો માહોલ(gujarat election situation)છે. દરેક રાજકીય પક્ષો જીત હાંસલ કરવા એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ પૂર્વ પ્રધાન કુમાર કાનાણીના જમાઈ(Kumar Kanani Son-in-law) જગદીશ કોલડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુમાર કાનાણીના જમાઈ વિરુદ્ધ મહિલાના છેડતી અને હુમલા(Assault and molestation of women) મામલે ફરિયાદ દાખલ થઈ છે.

કુમાર કાનાણીના જમાઈ સામે છેડતીની ફરિયાદ
કુમાર કાનાણીના જમાઈ સામે છેડતીની ફરિયાદ
author img

By

Published : Nov 7, 2022, 12:01 PM IST

સુરતઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ(gujarat election situation) સંભળાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષો જીત મેળવવા વિવિધ સોગઠાં ગોઠવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ(Kumar Kanani Son-in-law) સામે હુમલો અને મહિલાની છેડતી(Assault and molestation of women) મામલે ફરિયાદ દાખલ થઈ છે. જેનાથી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિલાની વારંવાર છેડતી: ફરિયાદી નરસિંહભાઈ ગજેરાએ ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ સામે આરોપ લગાવ્યો છે. જેમાં કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા છેલ્લા 6થી 7 વર્ષથી હેરાન કરતો હતો. ઉપરાંત તેની પત્નીની વારંવાર છેડતી કરતો હતો. ફરિયાદીએ પત્નીની છેડતીનો વિરોધ કરતાં જગદીશ કોલડીયાએ માર માર્યો હતો. ઉપરાંત તેના પરિવાર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, એક વૃદ્ધને માર મારી કપડાં ફાડી નાખ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ કુમાર કાનાણીના જમાઈ છે. જેથીએ લોકોને અહમ છે કે અમારું કોઈ કશું બગાડી લેશે નહીં. ઘણી વખત જમાઈએ એવું પણ કહ્યું છે કે પોલીસ મારું શું બગાડી લેશે. કારણ કે તેમને કુમાર કાનણીનો પાવર છે.

જગદીશ કોલડીયા વિરુદ્ધ નોંધાયો ગુનો: આ મામલે ફરિયાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રા પોલીસે જગદીશ કોલડીયા વિરુદ્ધ કલમ 323, 504 તથા 506 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે સત્તામાં રહેલી સરકાર પોતાના જ ધારાસભ્યના જમાઈ સામે પગલાં લેશે કે પછી બચાવ કરશે તે જોવું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.