સુરત: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 3 વર્ષીય બાળક રમતા-રમતા એક રુપિયાનો સિક્કો ગળી ગયો હતો. બીજી તરફ બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઓપરેશન દરમિયાન બાળકને ગળામાં નળી નાખીને સિક્કો બહાર લાવામાં આવ્યો હતો.
બાળક સિક્કો ગળી ગયો: સામે આવેલી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં આવેલા શિવનગર પાસે રહેતા બૈજુદાસનો 3 વર્ષીય પુત્ર આર્યન ઘરે રમી રહ્યો હતો. રમતા રમતા આર્યને 1 રૂપિયાનો સિક્કો મોંઢામાં નાખી દીધો હતો. બાળક સિક્કો ગળી જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો
અન્નનળીના ભાગે ફસાયો સિક્કો: હોસ્પિટલમાં તબીબોએ બાળકની સારવાર શરૂ કરી હતી. જ્યાં બાળકના એક્સ રે રિપોર્ટમાં બાળકના અન્નનળીના ભાગે સિક્કો ફસાયેલો દેખાયો હતો. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબો દ્વારા બાળકને એનેસ્થેસિયા આપીને અન્નનળી માટે ઉપયોગમાં લેવાતા ઇસોફેકો સ્કોપની મદદથી સિક્કો બહાર કાઢી લીધો હતો. બાળકના ગળામાં ફસાયેલો સિક્કો આખરે બહાર નીકળતાં પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ઓપરેશન દ્વારા સિક્કો બહાર કાઢ્યો: સિવિલ હોસ્પિટલ RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે જો કે 100માંથી 60 ટકા કેસોમાં સામાન્ય પસ્થિતિઓમાં સિક્કો જો બાળકો ગળી જતા હોય તો તે સિક્કો પાછળના ભાગેથી નીકળી જતો હોય છે. કાં તો પછી કેળા વગેરે ખવડાવવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં સિક્કો બાળકના ગળાના આંતરડામાં અટકી જતાં હોય છે. આ ઓપરેશન દરમિયાન બાળકને ગળામાં નળી નાખીને સિક્કો બહાર લાવામાં આવ્યો હતો. આ ઓપરેશન પણ સક્સેસફૂલ રહ્યું હતું. જોકે આ ઓપરેશનથી બાળકને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી. તથા તે બાળકને રાતે રજા પણ આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદમાં જાહેર કરાયો વિશેષ સિક્કો
વાલીઓએ સાવચેતી જરૂરી: વધુમાં તેમણે જણાવ્યું કે નાના છોકરાઓના ગળામાં સિક્કો ફસાવવાની ઘટના હોસ્પિટલમાં મહિનામાં બેથી ત્રણ વખત આવી જતી હોય છે. કારણ કે નાના બાળકો એવા હોય છે કે, તેઓને જે મળે તે વસ્તુ તરત તેઓ મોમાં નાખી દેતા હોય છે. પરંતુ આ બાબતને લઈને વાલીઓને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.હું વાલીઓને કહેવા માંગુ છું કે, આ પ્રકારના કેસમાં બાળકોના ગળામાંથી સિક્કો નીચે પણ ઉતરી જતો હોય છે. પાછળના ભાગેથી નીકળી જાય છે. પરંતુ નળીમાં ફસાઈ જાય તો તેના માટે બહાર ખૂબ જ ઊંચા ભાવે ઓપરેશન કરવામાં આવે છે પરંતુ આપણા હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરવામાં આવે છે. જેથી વાલીઓએ નાના બાળકોના આજુબાજુ કોઈ પણ એવી વસ્તુ ના મૂકવી જોઈએ જેનાથી બાળકને આગળ જઈને નુકસાન કરે જેથી આવી બધી વસ્તુઓ બાળકોથી દૂર રાખે તે જરૂરી છે.