સુરત: સચિન વિસ્તારમાં આવેલા સુડા સાઈનાથ સેકટર 3માં ગત રાત્રી 8થી 9 વચ્ચે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 જેટલા વ્યક્તિ પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વાહનોમાં આગ પણ ચાંપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવની જાણ થતા ફાયરનો કાફલો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સચિનના સુડા સેક્ટર 3માં ગત વર્ષથી અંદાજીત 6-6 મહિનાના ગાળામાં આ ત્રીજી વાર ખૂની ખેલ રચાયો હતો જેના પગલે અહીં રહેતા લોકોમાં આ ઘટનાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.