સુરત: રાજ્ય સરકાર દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા ખુબ સારી રીતે ચાલી રહી છે, ત્યારે આ સેવાનો લાભ સુરતની એક મહિલાને પ્રસુતીનો દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં ((108 ambulance) મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી, તે દરમિયાન સગર્ભાને લાગ્યું કે, હોસ્પિટલ પહોંચવાની રાહ નહિ જોઇ શકાય એટલે તેને EMIનાં ફરજ પરના ડૉક્ટરને આ વિશે જાણ કરી અને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરવામાં આવી. જોઇએ તો સુરતમાં એક જ અઠવાડિયામાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતી કરાવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.
સુરતમાં સગર્ભાની 108માં જ કરાવાઇ પ્રસુતી
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીનાં રતનજી નગરમાં રહેતી 30 વર્ષીય યાસ્મીન સૈયદ જેમને રવિવારના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ અસહ્ય દુખાવો થતાં તુરંતજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગણતરીની કલાકમાંજ 108 એમ્બ્યુલન્સમાં યાસ્મીન સૈયદ સિવિલ હોસ્પિટલ લઇ જતો હતો, ત્યારે ચાલુ એમ્બ્યુલન્સ દરમિયાન જ તેમણે 108ના EMI ને કહ્યું કે, મને પેટમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. એટલે EMI ડોક્ટરે તરત ગાડી સાઈડ પર ઉભી રખાવી માતાની માત્ર બે જ મિનિટની અંદર પ્રસૂતિ કરાવામાં આવી હતી.
માતાએ 108 એમ્બ્યુલન્સનાં ટીમનો આભાર માન્યો
108 એમ્બ્યુલન્સમાં માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ તેઓ સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital Surat) પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ કરાતા માતા અને બાળકી બન્ને તંદુરસ્ત હતા. માતાએ 108 એમ્બ્યુલન્સનાં ટીમનો આભાર માન્યો હતો.
ડૉક્ટર દીક્ષિતાએ સંભાળી પરિસ્થિતિ
EMIનાં ફરજ પરના ડૉક્ટર દીક્ષિતાએ જણાવ્યું કે, રવિવારના સવારે અમને લિંબાયત વિસ્તારનો કોલ આવ્યો હતો એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સગર્ભા દર્દીને લઇને સુરત સિવિલ હોસ્પિટલ માટે નીકળ્યા હતા, ત્યારે જ માતાને પેટનો દુખાવો થવાના કારણે તેમણે મને કહ્યું કે, મને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે એમ લાગી રહ્યું છે. એટલે મેં તરત ગાડી સાઇડ ઉપર રોકાવી માતાની સહી સલામત માત્ર બે મિનિટની અંદર પ્રસુતી કરાવામાં આવી હતી.
બાળકીના જન્મ બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા
માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાં ટ્રોમા સેન્ટરના (Trauma Center) સિસ્ટરો પણ આ જાણી બહાર દોડી આવ્યા હતા. અહીં ડોક્ટર દ્વારા તપાસ કરાતા માતા અને દીકરી બન્ને તંદુરસ્ત છે.
આ પણ વાંચો: ગઢડામાં ડોક્ટરે 108 એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી
કચ્છમાં સગર્ભાની તંદુરસ્તી માટે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું