સુરત: નામચીન બિલ્ડર સુમિત ગોયન્કા સહિત 7 સામે 1.65 કરોડની ચીટિંગનો ગુનો વેસુ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આ મામલે ફરિયાદીએ આરોપીઓ પાસેથી કુલ 15 જેટલી દુકાનો રૂપિયા 1 કરોડ 65 લાખમાં ખરીદી હતી અને જેતે સમય દરમિયાન ફરિયાદીએ આરોપીને સૌ પ્રથમ વખત 54 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને ત્યારબાદ તમામ દુકાનોના દસ્તાવેજ થઈ જાય ત્યારબાદ બાકીના રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પૈસા પરત માંગ્યા: પૈસા આપ્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા તેઓ આરોપીઓ પાસેથી પૈસા પરત માંગ્યા હતા. પરંતુ આરોપીએ પૈસાના આપતા અંતે ફરિયાદીને એવી માલુમ પડ્યું હતુંકે, તેમની સાથે ચીટીંગ થઈ છે જેને લઇને તેઓ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પાંચ મહિના સુધી અલથાણ અને વેસું સ્ટેશનના ધક્કા ખાધા હતા.કારણ કે, પોલીસ પણ સુમિત ગોયન્કાનું નામ સાંભળી ફરિયાદ નોંધતી ન હતી. જોકે અંતે આ મામલે વેસું પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને આ મામલે પોલીસે આગળની તપાસ હાથધરી છે.
"અરજદારે પહેલા અલથાણ પોલીસમાં અરજી આપી હતી. ગુનો વેસુમાં બન્યો હોઇ અરજી ટ્રાન્સફર કરાઇ હતી.આ મામલે ફરિયાદી અભિષેક વિનોદ ગોસ્વામી એ 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ તમામ 7 લોકો બિલ્ડર છે. જેમાં પ્રદીપ તમાકુવાલા, તુષાર શાહ, સુમિત ગોયન્કા, વસંત પટેલ, રાજુ સિંગ અને ઓમકાર સિંગ વિરુદ્ધ 1.65 કરોડ રૂપિયાની ચીટિંગ ફરિયાદ નોંધાવી છે.જેમાં તુષાર શાહ અને સુમિત ગોયન્કાએ વેસું ખાતે આવેલ સોલારિયમ બિઝનેસ સેન્ટરમાં ફરિયાદીને 15 દુકાનો બતાવી હતી જે દુકાનની કિંમત 1 લાખ 65 હજાર હતી. જેતે સમય દરમિયાન ફરિયાદીએ આ બંને આરોપીઓને પ્રથમ વખત 54 લાખ રૂપિયા આપી તમામ દુકાનના દસ્તાવેજ થઈ જાય ત્યારબાદ બાકીની રકમ આપવા માટે જણાવ્યું હતું.ત્યારબાદ તમામ આરોપીઓની હાજરીમાં 15 દુકાનનો સોદો કરી ટુકડે ટુકડે 1.65 કરોડ આપ્યાં હતા" -- એમ.સી.વાળા ( પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર)
ફોન ઉપાડવાનું પણ બંધ: પૈસા લઇ દસ્તાવેજ ન કરી આપતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વધુમાં જણાવ્યું કે, પરંતુ આરોપીએ જે તે સમય દરમિયાન દસ્તાવેજ ન કરી આપતા ફરાર થઈ ગયા હતા અને ફોન ઉચકવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારે ફરિયાદીને તેવી જાણ થઈ કે, તેમની સાથે ચીટીંગ થઈ છે જેને લઈને તેઓએ અલથાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ ત્યાંથી અરજી વેસુ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.આ મામલે અમે તમામ આરોપીઓને ત્યાં છાપો માર્યો હતો પરંતુ એક પણ આરોપી તેઓના ઘરેથી મળી આવ્યા નથી. એક આરોપી રિટાયર સરકારી કર્મી હોવાનું અમારા ધ્યાને આવ્યું નથી.જેમાં સુમિત ગોયન્કા જેઓ દુબઈ ગયા છે તેવું જાણવા મળ્યું છે. હાલ આ મામલે અમારી આગળની તપાસ ચાલુ છે.