ETV Bharat / state

સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો

સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે બારડોલી ઉપરાંત ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું હતું. જેમાં વર્તમાન શાસકોની સહકાર પેનલે તમામ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો.

author img

By

Published : Dec 26, 2020, 6:11 PM IST

સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો
સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો
  • 17માંથી 8 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા
  • કોર્ટના સ્ટેને લઈ મતગણતરી થઈ શકી ન હતી
  • સ્ટે ઉઠતાં જ કરવામાં આવી મત ગણતરી

સુરતઃ જિલ્લાની સહકારી સંસ્થાઓઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. બારડોલી ઉપરાંત ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણી પરિણામ પણ આજે જાહેર થયું હતું. જેમાં વર્તમાન શાસકોની સહકાર પેનલે તમામ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે સામેની કિસાન પરીવર્તન પેનલના સુપડા સાફ થઈ ગયા હતા.

17 બેઠકો પૈકી 8 બેઠક પહેલાથી જ બિનહરીફમ

બારડોલી ચલથાણ સુગર ફેક્ટરીની કુલ 17 બેઠકો પૈકી 8 બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારો વર્તમાન પ્રમુખ કેતનભાઈ ચીમનભાઈ પટેલની સહકાર પેનલના ઉમેદવારો હતા. આથી બાકી રહેલી 9 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં સહકાર પેનલની સામે કિસાન પરિવર્ત પેનલના ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી દરમિયાન બંને પેનલ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કોર્ટના સ્ટેને કારણે જે તે સમયે મતગણતરી થઈ સકી ન હતી. જેને કારણે પરિણામ જાહેર થઈ શક્યા ન હતા.

તમામ નવ બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો વિજયી થયા

ગુરૂવારના રોજ કોર્ટમાંથી પરિણામ પર સ્ટે અંગેની અરજી પરત ખેંચી લેવામાં આવતા શનિવારના રોજ બારડોલીની સાથે-સાથે ચલથાણ સુગર ફેક્ટરીનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં પ્રમુખ કેતન પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક સહિતના તમામ 9 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારનો કારમો પરાજય થયો હતો.

જનરલ ચૂંટણીને કારણે સહકાર પેનલને થયો ફાયદો

ચલથાણ સુગર ફેકટરીના 9 જૂથના જાહેર થયેલા પરિણામ પર નજર કરીએ તો સહકાર પેનલના મોટાભાગના ઉમેદવારોનો જનરલ ઇલેક્શનને લઈ વિજય થયો હોવાનું જણાઈ રહ્યું છે. આવા ઉમેદવારોને પોતાના જૂથમાં હરીફ ઉમેદવારો કરતા પણ ઓછા મત મળ્યા હતા પરંતુ જનરલ ચૂંટણીની સાથે-સાથે અગાઉથી જ 8 ઉમેદવારો અને 6 જૂથ બિનહરીફ થયા હતા અને આ તમામ સહકાર પેનલના હોવાથી તેનો સીધો ફાયદો સહકાર પેનલને થયો હતો.

  • વિજેતા ઉમેદવારોની યાદી
જૂથ વિજેતા ઉમેદવાર મળેલી લીડ
બલેશ્વરકેતનકુમાર ચીમનભાઈ પટેલ984
બગુમરા મલેશભાઈ દોલતરાય દેસાઈ 518
કરણજીતેન્દ્રસિંહ પ્રભાત સિંહ ખરવાસીયા 485
મોતા ભરતભાઇ ઈશ્વરભાઈ પટેલ 892
સેવણી નૈનેશ નટવરભાઇ પટેલ બિનહરીફ
ઊંભેળ ગૌતમભાઈ ભાઈચંદભાઈ પટેલ બિનહરીફ
સણીયા હેમાદ ગુણવંતભાઈ ધીરજભાઈ દેસાઈ288
પુણા દિલીપભાઇ લલ્લુભાઈ પટેલ બિનહરીફ
કુંભારિયામિતુલકુમાર શંકરભાઇ પટેલ 865
દિગસમહેશભાઈ ખુશાલભાઈ પટેલ 538
મોહણી નિલેશકુમાર કાંતિલાલ પટેલ 242
વાવ અરવિંદભાઈ તુલસીભાઈ ભક્ત બિનહરીફ
સામાન્ય વ્યક્તિ પ્રતિનિધિહિતેશ ખુશાલભાઈ પટેલ બિનહરીફ
મંડળી પ્રતિનિધિ છગનભાઈ દુલ્લભભાઈ પટેલ બિનહરીફ
અનુ.જાતિ/જનજાતિ રમેશભાઈ મગન ભાઈ પરમાર 905
મહિલા વિભાગ 1 પ્રિયાબેન વિજયભાઈ પટેલ બિનહરીફ
મહિલા વિભાગ 2 લીના બેન મહેશચંદ્ર દેસાઇ બિનહરીફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.