રાજકોટ ચોરીના બનાવોમાં (Chain theft in Rajkot) સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોરોના હાથ એટલા મોકળા બન્યા છે કે હવે પોલીસના જ મહેમાનના ગળામાંથી ચેનની ચોરી કરવાની (Stealing chain from neck) ઘટના સામે આવી છે. ચોરો બેફામ (Crime in Rajkot) બન્યા છે તેવું કહીએ તો પણ ખોટું નથી.
કાગળ વ્યવસ્થા રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર જ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે ચોરીના બનાવોમાં કોઇ રોક લાગી રહી નથી. અને હવે તો હદ થઇ ચોરોએ પોલીસના સગાને પણ ના છોડ્યા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના (Rajkot Crime Branch) એસીપી બીબી બસિયાના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી જ ચેનની ચેનની ચીલ ઝડપ થયાની ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના પોલીસ(ACP crime branch in Rajkot) પરિવાર સાથે થતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તેમજ એક આરોપીને પકડી પાડ્યો છે
ચિલ ઝડપ કરી આ ચોરીનો બનાવ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્કમાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી બીબી બસિયા રહે છે. તેમના ઘરે ખરીદી માટે મહેમાન આવ્યા હતા. જ્યારે મહેમાન ખરીદી કરીને ફરી શ્રીરામ પાર્કમાં ઘરે આવ્યા હતા. અને ઘરમાંથી બહાર નીકળતા જ બે બાઈક સવાર હોય તેમના ગળામાંથી ચેનની ચિલ ઝડપ ઝડપ કરી હતી. જોકે બાઈક સવાર ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના સામે આવતા લોકોના ટોળા એકઠા થયા હતા.
તપાસ શરૂ કરાઈ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના(Rajkot Crime Branch) એસીપીના મહેમાનના ગળામાંથી ચીલ ઝડપની ઘટના સામે આવતા તાત્કાલિક ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી. તેમજ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ મામલે ETV ભારત સાથેની વાતચીતમાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં જ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જેનું નામ દર્શિત ઉર્ફ બાબુ જગદીશભાઈ હાંડા છે. તેમજ આ મામલે કાર્યવાહી શરૂ છે.