સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગનું મોટુ જુઠ્ઠાણું સામે આવ્યું છે. તારીખ 24 મેના રોજ જ્યારે આ ઘટના બની હતી , ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારીકે જણાવ્યું હતું કે," તક્ષશિલા આર્કેડને અગાઉ ફાયર સેફ્ટીના અભાવની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિભાગના બે અધિકારીઓની આ મામલે ધરપકડ કરી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના DCP ની રિપોર્ટ પ્રમાણએ ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને ફાયર સેફ્ટીની કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી.
24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 માસૂમના મોત થયાં હતાં. ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારેખે મીડિયા ખોટું નિવેદન આપ્યું હતું. વસંત પારેખે મીડિયાને કહ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવના અંગે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. આ નિવેદન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખોટું સાબિત થયું છે. ક્રાઇમ બ્રાન્ચે બે ફાયર વિભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. જેમણે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP રાહુલ પટેલે જણાવ્યું હતું કે ,"ફરજ પરની બેદરકારી મામલે અને માર્કેટમાં ફાયર સેફટીની તપાસ ન કરનાર બે અધિકારીઓની ધરપકડ કરાઇ છે .જોકે ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને કોઈ પ્રકારની નોટીસ આપવામાં આવી ન હતી.
DCP રાહુલ પટેલે માહિતી આપતા કહ્યું કે, "બે ફાયર વિભાગના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરક્ષા માટે જે જોગવાઈ અનિવાર્ય હતી તેને લઈ કોઈ કાર્યવાહી ન કરાતા અને બેદરકારી દેખાતા બન્નેની ધરપકડ કરાઈ હતી. વરાછા ફાયર વિભાગ અધિકારી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરાઈ છે. ફાયર વિભાગ દ્વારા ક્યારેય પણ ફાયર સુરક્ષાના અભાવને લઈ નોટિસ આપવામાં આવી નથી અને ફાયર વિભાગ તરફથી NOC પણ સંચાલકોને આપવામાં આવી નથી.