ETV Bharat / state

સુરતમાં CA અને હાઇ પ્રોફાઇલ જોબવાળા લેશે દીક્ષા - 1 ફેબ્રુઆરી જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ

સુરતના આંગણે 1 ફેબ્રુઆરીના રોજ 100થી પણ વધુ લોકો સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે. જે દરમિયાન 77 મુમુક્ષોની ભવ્ય વર્ષીદાનયાત્રા નીકળી હતી.

surat
સુરત
author img

By

Published : Jan 31, 2020, 2:24 PM IST

સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નીકળેલી આ યાત્રામાં એક સાથે છ પરિવારના દીક્ષા લેનાર મુમુક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે 20થી વધુ આવા યુવક-યુવતીઓ છે કે, જેઓ ગ્રેજ્યુએટથી લઈ સી.એ કરી ચૂક્યા છે. તેમજ કોઈ ડાયમંડ અને ટેક્સટાઇલના પરિવારમાંથી છે. તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે.

સુરતમાં CA અને હાઇ પ્રોફાઇલ જોબવાળા લેશે દીક્ષા

1 ફેબ્રુઆરી જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે આ દિવસે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષો જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષો ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષો આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.

સુરતમાં યોજાનારી આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10થી લઇ 84 વર્ષના ભાઈ બહેનો છે. જેમાંથી 10 થી 17 વર્ષના 17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે. આ દીક્ષા કાર્યક્રમમાં 20 થી વધુ એવા યુવાનો છે. જે ગ્રેજ્યુએશન કરતા વધુ ભણતર ધરાવે છે. જેમાં કેટલાક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે.

આ દરમિયાન 77 મુમુક્ષોની નીકળેલી ભવ્ય યાત્રા 2 કિલો મીટર લાંબી હતી. જેમાં અલગ અલગ ઝાંખીઓ જોવા મળી હતી.

Intro:સુરત :પહેલી ફેબ્રુઆરી ના રોજ સુરત ના આંગણે 100 પણ વધુ લોકો સંયમ ના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે..જે દરમ્યાન આજ રોજ સુરતમાં 77 મુમુક્ષો ની ભવ્ય વર્ષીદાનયાત્રા નીકળી હતી.

Body:સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નીકળેલી આ યાત્રા માં એક સાથે છ પરિવારના દીક્ષા લેનાર મુમુક્ષો સમાવેશ થાય છે ..જ્યારે 20 થી વધુ આવા યુવક-યુવતીઓ છે કે જેઓ ગ્રેજ્યુએટ થી લઈ સીએ કરી ચૂક્યા છે અને કોઈ ડાયમંડ અને ટેકસટાઇલ ના પરિવારમાંથી છે, તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે.પહેલી ફેબ્રુઆરી સુરતમાં જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે.. કારણ કે આ દિવસે સુરત ખાતે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજી ના સાનિધ્યમાં 71 મુમુક્ષુ જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષુ ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષુઓ આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે..સુરતમાં યોજાનારી આ ઐતિહાસિક દીક્ષા સમારોહ માં 10 થી લઇ 84 વર્ષના ભાઈ બહેનો છે .જેમાંથી 10 થી 17 વર્ષના 17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે.. આ દીક્ષા કાર્યક્રમમાં 20 થી વધુ એવા યુવાનો છે જે ગ્રેજ્યુએશન કરતાં વધુ ભણતર ધરાવે છે. અને એમાં કેટલાક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે.Conclusion:દરમ્યાન 77મુમુક્ષોની આજ રોજ નીકળેલી ભવ્ય યાત્રા બે કિલો મીટર લાંબી હતી.જેમાં અલગ અલગ ઝાંખીઓ જોવા મળી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.