ETV Bharat / state

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ફસાયેલા તમામ ગુજરાતી યાત્રિકો સુરક્ષિત, સીઆર પાટીલનું નિવેદન

author img

By

Published : Jul 9, 2023, 4:37 PM IST

ખરાબ હવામાનને કારણે ગુજરાતના 30 જેટલા યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાઈ ગયા હતા. યાત્રાળુએ વીડિયો બનાવી તેમને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને અપીલ કરી હતી. ત્યારે સીઆર પાટીલે જણાવ્યું છે કે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓ નીચે આવી ગયા છે. તમામ લોકો સહી સલામત છે.

Amarnath Yatra 2023
Amarnath Yatra 2023
સી.આર.પાટીલે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જણાવ્યું

સુરત: ખરાબ હવામાનને કારણે અમરનાથ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેમાં સુરત અને વડોદરાના કુલ 30 લોકો ફસાઈ ગયા હતા. સતત ત્રણ દિવસથી પંચતરણીમાં બરફ વર્ષા અને ઠંડીથી ભક્તોની હાલત કફોડી બનતાં વહેલી તકે રેસ્ક્યુ કરવા ગુજરાત સરકારને અપીલ કરી હતી. જેને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.

ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા
ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા

" ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં અમરનાથ યાત્રા માટે ભાવિક ભક્તો ગયા હતા. પરંતુ ત્યાં પ્રતિકૂળ હવામાનને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ફસાયા હતા. તેઓના મદદ માટે ફોન અને મેસેજ આવતા હતા. તેમના પરિવારજનો પણ અમને ફોન કરતા હતા. અમે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિસે જાણ કરી હતી. વડાપ્રધાને આ બાબતને લઈને પોતે ત્યાં જાણ કરી હતી. જેના પગલે ફસાયેલા તમામ લોકો ગઇકાલ સુધી જ્યાં હતા ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી. આનંદની વાત છે કે આજે સવારે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓ નીચે આવી ગયા છે. તમામ લોકો સહી સલામત છે." - સી.આર.પાટીલ, પ્રદેશ પ્રમુખ

અમરનાથ યાત્રા સ્થગિત: ઉલ્લેખનીય છે કે દેશનું આસ્થાનું કેન્દ્ર અમરનાથના ગઈકાલથી પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે. ત્યારે ત્યાં ભારે વરસાદ પડવાથી યાત્રા બીજા દિવસે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પરથી સ્થગિત રાખવામાં આવી છે. આજે સવારે કોઈ પણ યાત્રાળુને પવિત્ર ગુફા મંદિર તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વરસાદના કારણે ભૂસ્ખલન થતા હાઈવે બ્લોક થઈ ગયો છે. શુક્રવારે કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ પડતાં યાત્રાને બંને માર્ગો પર સ્થગિત કરી દેવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકી દેવામાં આવ્યા છે.

30 જેટલા યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાઈ ગયા

80 હજાર શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા: દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,888 મીટર ઉંચી ગુફા મંદિરની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલના ટ્વિન ટ્રેકથી શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 80,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા છે. આ યાત્રા 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાની છે. જેમાં ગુજરાતના સુરત અને વડોદરાના 30 જેટલા યાત્રાળુઓ ફસાઈ જતાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી.

  1. Amarnath Yatra: વડોદરાના 20થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાયા, ઠંડીથી હાલત કફોડી, જલ્દી રેસ્ક્યુ કરવા વીડિયો દ્વારા અપીલ
  2. Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.