સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi)ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઝડપી (Bullet Train Project)કાર્યરત થાય આ માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. સુરત ખાતે સૌથી પહેલા સ્ટેશન તૈયાર થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે પહેલા 6 કિલોમીટરના ઝડપી ગામ થઈ રહ્યું હતું હવે 10 કિલોમીટરના ઝડપે કામ થઇ રહ્યું છે. ભારતમાં બનનાર મશીનરી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી બુલેટ ટ્રેનનું કામ સમયસર પૂર્ણ કરવાનું છે.
સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે (Minister of State Darshana Jardosh)જણાવ્યું હતું કે અમદાવાદ અને વાપી વચ્ચેની બુલેટ ટ્રેનની (Ahmedabad and Vapi bullet train)કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા છે જેની ઉપર ટ્રેન દોડશે. સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ શરૂ( Billimora bullet train trial from Surat)કરવામાં આવશે. ભારતમાં બનનાર મશીનરી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી બુલેટ ટ્રેનનું કામ સમયસર પૂર્ણ કરવાનું છે.
આ પણ વાંચોઃ Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી
508 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર થશે
ઉલ્લેખનીય છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન(Mumbai Ahmedabad Bullet Train Project)પ્રોજેક્ટ વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો મુંબઈ અને અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન માટે 508 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર થશે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે.
ઉધના રેલવે સ્ટેશનનું નવીનીકરણ
કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર ફૂટ ઓવરબ્રિજ, પ્લેટફોર્મ, કવર શેડ, પાર્સલ ટર્મિનલ સહિતનું સેવાનું લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચોઃ Road Closed in Vadodara : વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીથી શહેરના કયા વિસ્તારમાં ત્રણ મહિના વાહનો નહીં જઈ શકે જાણો