ETV Bharat / state

Bullet Train Project: અમદાવાદ, આણંદ, સુરત અને વાપી બુલેટ ટ્રેન સ્ટેશનની ખાસિયતો વિશે જાણો વિગતવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકી સૌથી મહત્વનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ચાર સ્ટેશન અમદાવાદ, આણંદ, સુરત અને વાપી ખાતે નિર્માણાધીન છે. આ સ્ટેશનની ખાસિયતો અને તેનું નિર્માણ ક્યાં સુધી પહોંચ્યું તેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે.

અમદાવાદ, આણંદ, સુરત અને વાપી બુલેટ ટ્રેન સ્ટેશનની ખાસિયતો વિશે જાણો વિગતવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 4:44 PM IST

Updated : Oct 27, 2023, 5:04 PM IST

સુરતઃ વડાપ્રધાન મોદીના કેટલાક ડ્રીમ પ્રોજેક્ટસ છે. આ પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી અત્યંત ઝડપી થઈ રહી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંદર્ભે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. પરિણામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિ વધુ પ્રવેગિત બની છે. સમગ્ર ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કુલ 4 રેલવે સ્ટેશન બનશે. જેમાં અમદાવાદ, આણંદ, સુરત અને વાપી શહેરનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકીનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ

અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે જે રેલવે સ્ટેશન બની રહ્યું છે તેને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. આ સ્ટેશનના ચાર માળખા સાથે રાખતા સમગ્ર આકાર પતંગ જેવો લાગે છે. આ સ્ટેશનનો મુખ્ય ભાગ સીદી સૈયદની જાળી જેવો બનાવવામાં આવ્યો છે. આ સ્ટેશનને કુલ 38,000 સ્કવેર મીટરના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. જે અત્યારના પશ્ચિમ રેલવે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 10, 11 અને 12 પર નિર્માણાધીન છે. આ સ્ટેશન જમીનથી કુલ 33.73 મીટરની ઊંચાઈ પર બનશે. અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ 435 મીટર લાંબા કોન્કોર્સ લેવલ સ્લેબનું નિર્માણ પૂર્ણ થયું છે.

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આણંદ ખાતે જે રેલવે સ્ટેશન બની રહ્યું છે તેને શ્વેતક્રાંતિના પ્રતિકનું સ્વરુપ આપવામાં આવ્યું છે. આ સ્ટેશન નડિયાદના ઉત્તરસંડા ગામે બની રહ્યું છે. અહીં કુલ 44,000 સ્કવેર મીટરના વિસ્તારમાં આ સ્ટેશન બની રહ્યું છે. જમીનથી આ સ્ટેશનની ઊંચાઈ 25.6 મીટર રાખવામાં આવી છે. આણંદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ 425 મીટર લાંબા કોન્કોર્સ લેવલ સ્લેબનું નિર્માણ પૂર્ણ થયું છે.

સુરત બુલેટ ટ્રેન સ્ટેશનઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આણંદ ખાતે જે રેલવે સ્ટેશન બની રહ્યું છે તેને હીરા(ડાયમડ્સ)ના આકારે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન સુરતના અંત્રોલી ગામે આકાર પામી રહ્યું છે. આ સ્ટેશને કુલ 58,000 સ્કવેર મીટરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. જમીનથી આ સ્ટેશનની ઊંચાઈ 26.3 મીટર રાખવામાં આવી છે. સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ 450 મીટર લાંબા કોન્કોર્સ લેવલ સ્લેબનું નિર્માણ પૂર્ણ થયું છે.

વાપી બુલેટ ટ્રેન સ્ટેશનઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વાપી ખાતે જે રેલવે સ્ટેશન બની રહ્યું છે તેની ડિઝાઈન ગતિ(સ્પીડ)ને સમર્પિત છે. આ સ્ટેશન વાપીના ડુંગરામાં બની રહ્યું છે. આ સ્ટેશન માટે કુલ 28,000 સ્કેવર મીટરનો વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. આ સ્ટેશન જમીનથી કુલ 22મીટરની ઊંચાઈ પર આકાર પામી રહ્યું છે. વાપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ 100 મીટર લાંબા કોન્કોર્સ લેવલ સ્લેબનું નિર્માણ પૂર્ણ થયું છે.

  1. Bullet Train Surat Station: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં તેજ ગતિએ, સુરતમાં પિલર નાખવાનું કામ પૂર્ણ
  2. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો, જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી જૂઓ

Last Updated : Oct 27, 2023, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.