દિલ્લીના તુગલકાબાદમાં આવેલા આશરે 600 વર્ષ જુના પ્રાચીન સંત શિરોમણી ગુરૂ રવીદાસજી મહારાજનું મંદિર તોટી પાડવામાં આવ્યું હતું.જય ગુરુદાસ યુવા ગ્રુપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.દિલ્લીના સ્થાનિક તંત્ર સામે આ સીધા આરોપ મુકવામાં આવ્યા છે.મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના કારણે સમર્થકો તેમજ સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.આ સંદર્ભે સુરતમાં ન્યાયિક જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ગુરુ રવીદાસ યુવા ગ્રુપ અને શિવશક્તિ ભીમશક્તિ સેના દ્વારા સુરતના રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમા ખાતેથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો જોડાયા હતા.
હાથમાં બેનર લઈ નીકળેલી રેલી સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.રેલીમાં દલિત સમાજના યુવાઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.આ દરમિયાન યુવા ગ્રુપના સભ્યોએ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર પાઠવી ન્યાય માટેની રજુઆત કરી હતી.