ETV Bharat / state

Surat News: બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા મુશ્કેલી, દુબઈમાં પણ વેપારીઓને મુશ્કેલીઓ - દુબઈમાં પણ વેપારીઓને મુશ્કેલીઓ

અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે સ્થાનિક હીરા ઉદ્યોગ પર પહેલાથી જ ગંભીર અસર પડી રહી છે અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા ત્યાં નિકાસમાં સમસ્યા સજાઇ શકે છે. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ સુરતના હીરા વેપારીઓને પૂછી રહ્યાં છે કે જે હીરા અને જ્વેલરી તેઓ મોકલી રહ્યા છે તે રશિયાના માઇન્સ આવેલા રફ ડાયમંડથી તૈયાર થયેલા તો નથી?

british-government-banned-russian-diamonds-traders-of-surat-in-dubai-also-face-difficulties

author img

By

Published : May 26, 2023, 1:31 PM IST

Updated : May 26, 2023, 8:16 PM IST

દુબઈમાં પણ હીરા વેપારીઓને મુશ્કેલીઓ

સુરત: રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ટાળવા માટે દુનિયાના કેટલાક દેશો દ્વારા સતત પ્રયાસો જારી છે. રશિયા વાટાઘાટ માટે સ્વીકાર નહીં થતા યુદ્ધને સવા વર્ષ વીતી ગયા છે. તેની અસર હેઠળ દુનિયાના અર્થતંત્ર માટે સમસ્યા ઉભી થઇ છે. યુરોપના અનેક દેશો પર વિપરીત અસર પડી રહી છે. તે સિવાય હાલ અમેરિકામાં પણ મંદીનો માહોલ છે. સુરતમાં તૈયાર થતા હીરા માટે અમેરિકા, યુરોપ અને ચીન સહિતના દેશો મોટા ખરીદાર છે. વૈશ્વિક મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી થઈ છે. ડિમાન્ડના અભાવે કારખાનાઓમાં વેકેશન રાખવાની નોબત આવી છે. અનેક કારખાનામાં કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.

રશિયાના હીરાનો વેપાર નહીં કરવા દબાણ: એપ્રિલ મહીનામાં નેચરલ ડાયમંડની નિકાસમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. એક બાજુ હીરા ઉદ્યોગ સામે પહેલાથીજ સમસ્યા છે ત્યારે અમેરિકા બાદ બ્રિટેન સરકાર રશિયાના હીરા પર પ્રતિબંધ મુક્તા નવી સમસ્યા ઉભી થાય તેની ચિતા ઉદ્યોગકારોને થઇ રહી છે. બ્રિટન સરકારે બે દિવસ પહેલાજ રશિયાના હીરા સહિત અન્ય ચાર ધાતુઓ પર પ્રતિબંધ મુક્યો છે. છેલ્લા એક વર્ષથી દુનિયાના કેટલાક દેશો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હીરા ઉદ્યોગકારો પર રશિયાના હીરાનો વેપાર નહીં કરવા દબાણ કરી રહ્યા છે જેની અસર થતા ઓછા અંશે વેપાર પર જોવા મળી રહી છે. અમેરિકા બાદ હવે બિટન પણ આ દિશામાં જોડાતા હીરા ઉદ્યોગકારોની સમસ્યા વધી છે.

'અમેરિકાની કેટલીક કંપની અને હવે બ્રિટેન જે રીતે સામે આવીને જણાવી રહ્યું છે કે રશિયાના હીરા પર પ્રતિબંધ તેઓએ મૂક્યો છે તે ચિંતા વધારી રહ્યો છે. એટલું જ નહિ હવે દુબઈ પણ પૂછીને વેપાર કરી રહ્યું છે કે જે જ્વેલરી અને હીરા આવી રહ્યા છે તે રફ ડાયમંડ રશિયાથી તો નથી આવતાં? અમેરિકા બાદ બ્રિટેન અને દુબઈ દ્વારા રશિયાના ડાયમંડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેના કારણે સુરતના ઉદ્યોગકારોને ચિંતા થઈ છે. જો રશિયા સિવાય અન્ય દેશોના માઇન્સથી રફ ખરીદવામાં આવે તો ચોક્કસથી વાટાઘાટ કરવામાં મુશ્કેલી થશે અને તે મોંઘુ પડશે.' -વિજય માંગુકિયા, રીઝનલ ચેરમેન, જીજેઇપીસી

60 ટકા વેપાર અમેરિકા સાથે: તેઓએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં 31% એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી બાજુ રફ ડાયમંડની ખરીદી 10% વધારે થઈ છે જે આવનાર દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. 60% વેપાર અમેરિકા સાથે થાય છે અને અમેરિકાની કેટલીક કંપનીઓએ જણાવ્યું છે કે તેઓ રશિયાના ડાયમંડથી તૈયાર જ્વેલરી ખરીદશે નહીં અને હવે બ્રિટેન અને દુબઈ પણ આવી જ રીતે ડીલ કરી રહ્યા છે.

  1. Sunflower Diamond Ring: 6.44 કરોડ રૂપિયામાં સૂર્યમુખી જેવી ડાયમંડ વીંટી સુરતમાં તૈયાર, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
  2. Surat Diamond: સોફ્ટવેરમાં ખામીથી હીરાના વેપારીઓના 500 જેટલા રફ ડાયમંડ પાર્સલમાં અટક્યા

Last Updated : May 26, 2023, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.