સુરત: આજે મહાશિવરાત્રી છે ભક્તોનું ઘોડાપુર શિવાલયોમાં વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના અંધજન શાળામાં ભણતા આઠ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા સુરત પોલીસ સંચાલિત મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.
આંખોમાં રોશની ન હોવા છતાં પણ ભોલેનાથના દર્શન કરવા આવેલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ભોળાનાથની પૂજા-અર્ચના કરી અને જળ અર્પણ કર્યું હતું. આ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઓમ નમઃ શિવાય ઉચ્ચારણ સાથે શિવની અનુભૂતિ કરી હતી.