ETV Bharat / state

ચૂંટણી કઈ રીતે જીતશો?: ભાજપે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન

પ્રદેશમાંથી અપાયેલી સૂચના મુજબ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 18, 19 અને 20 ડિસેમ્બરે જિલ્લાના દરેક મંડળોના કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી અને પેજ કમિટીની રચના બાબતે માર્ગદર્શન આપવા માટે અલગ અલગ બેઠકો યોજાઇ રહી છે. ગત રોજ પાંચ મંડળોની બેઠક બાદ આજે બારડોલી નગર સહિત અન્ય પાંચ મંડળોના કાર્યકર્તાઓને ચૂંટણી લાગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યકર્તાઓને માર્ગદર્શન
કાર્યકર્તાઓને માર્ગદર્શન
author img

By

Published : Dec 19, 2020, 10:33 PM IST

  • ચૂંટણી કઈ રીતે જીતશો?: ભાજપે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન
  • 18 થી 20 ડિસેમ્બર દરમિયાન ભાજપ કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન
  • બારડોલી, મહુવા, માંડવી તાલુકાના કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા

સુરત/બારડોલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી સંભાવના છે. ત્યારે સુરત જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંદીપ દેસાઇએ કાર્યકર્તાઓમાં ચૂંટણી પહેલા જોમ ભરવા માટે કવાયત શરૂ કરી દીધી છે. 18, 19 અને 20 ડિસેમ્બરે પ્રદેશમાંથી મળેલી સૂચના મુજબ કાર્યકરોની સાથે બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કરવાની તૈયારીઓને લઈ માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે શુક્રવારે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇ અને જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ભાજપે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા અંગે આપ્યું માર્ગદર્શન

પ્રથમ દિવસે ઓલપાડ, પલસાણા, કામરેજ, ચોર્યાસી અને કડોદરાના કાર્યકર્તાઓને માર્ગદર્શન

શુક્રવારના રોજ પાંચ અલગ અલગ મંડળોમાં કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા માટે બેઠકો યોજાઇ હતી. ઓલપાડ, પલસાણા, કામરેજ, ચોર્યાસી અને કડોદરા મંડળમાં યોજાયેલી કાર્યકરોની બેઠકમાં ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ ચૂંટણી જીતવા માટે કરી રીતે આયોજન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બીજા દિવસે બારડોલી નગર અને તાલુકા સહિત પાંચ મંડળોમાં બેઠક કરી

બીજા દિવસે સુરત જિલ્લા ભાજપ દ્વારા અન્ય પાંચ મંડળોમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં બારડોલી નગર સંગઠન, તાલુકા સંગઠન, મહુવા તાલુકા સંગઠન, માંડવી નગર સંગઠન અને તાલુકા સંગઠનના કાર્યકરોને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈ રીતે જીતી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા સંદીપ દેસાઇની અપીલ

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા જણાવ્યુ હતું કે, નગરમાં 90 ટકા પેજ પ્રમુખની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. નગરના વિકાસના કામ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના કામોની માહિતી પ્રજાના ધ્યાન પર રાખવામાં આવશે. તેમણે પેજ કમિટીની રચના ઉપરાંત જે બુથ માઇનસમાં છે, તે બુથોને પ્લસમાં કેવી રીતે લાવવા, સોશિયલ મીડિયા જેવા કે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો વધુમાં વધુ ઉપયોગ કરી પ્રચાર કઈ રીતે કરવો તે અંગેની સમજણ આપી હતી. વધુમાં જિલ્લા પ્રમુખે દરેક સમાજને સાથે લઈને ચાલવા અને સંગઠન મજબૂત બનાવવા માટેની શિખામણ આપી હતી.

કૃષિ કાયદાને સમજાવવા નાના નાના ગૃપ બનાવી સાચી માહિતી આપો: હર્ષ સંઘવી

ચૂંટણી ઇન્ચાર્જ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ એક સંયુક્ત પરિવાર છે. તેમણે ઉપસ્થિત કાર્યકરોને દરેક સમાજના આગેવાનો સાથે ખાટલા બેઠક કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે નવા કૃષિ કાયદાઓ વિષે નાના નાના ગ્રૂપ બનાવી લોકોને સાચી સમજણ આપવા માટે કાર્યકતાઓને હાંકલ કરી હતી. સોશિયલ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી ઐતિહાસિક બારડોલીમાં તમામ વોર્ડમાં વિજય મેળવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠનના મહામંત્રી ભાવેશ પટેલ, યોગેશ પટેલ, દિપક વસાવા, ઉપપ્રમુખ અજીતસિંહ સુરમા, બારડોલી શહેરના દિનેશ દેસાઇ, ગૌતમ વ્યાસ, બાબુ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીએ તથા આભારવિધિ જગદીશ પટેલે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.