બારડોલી તાલુકાના (bardoli suside case) બાબલા ગામે પુત્રની સારવારમાં દેવું વધી જતાં તણાવમાં રહેતા આધેડે મોતને વ્હાલું કર્યું હતું. હોસ્પિટલમાં સારવાર પાછળ ખર્ચો (father suicide Due to increasing debt) કરવા છતાં પુત્ર સાજો થઈ શક્યો ન હતો. સારવાર માટે સગાવ્હાલાઓ તેમજ ગામલોકો પાસે ઉછીના પૈસા લીધા હોય માથે દેવું (increasing debt for the treatment of the son) વધી ગયું હતું.
ઉછીના પૈસાથી કરાવી પુત્રની સારવાર: ત્રણ મહિના પહેલા નાના પુત્રને ખેંચ આવતા અપંગ થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર પાછળ ખર્ચો કરવા છતાં પુત્ર સાજો થઈ શક્યો ન હતો. સારવાર માટે ઉછીના પૈસા લીધા હોય માથે દેવું વધી ગયું હતું. છતાં પુત્ર સાજો ન છતાં તણાવમાં આવી જઇ પિતાએ આપઘાત કરી લીધો હતો.
પુત્ર સાજો ન થતાં તણાવ: બારડોલી તાલુકાનાં બાબલા ગામના પાદર ફળિયામાં રહેતા બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ મંગાભાઈ હળપતિ (ઉ.વર્ષ 54) મજૂરી કામ કરી પરીવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. ગત મંગળવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ બાબુભાઈ સાઇકલ લઈને ઢોર માટે ઘાસચારો લેવા માટે નીકળ્યા હતા. પરંતુ રાત્રે નવ વાગ્યા સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમ્યાન બાબલા ગામના નરેશભાઈ છગનભાઈ પટેલના શેરડીના ખેતરની પાળ પર લીમડાના વૃક્ષ સાથે બાબુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: ઊંઘમાં ચાલવાની બીમારીએ જીવ લીધો, યુવક ત્રીજામાળેથી પટકાયો
મોભીના મોતથી માતમ: પરિવાજનોએ તાત્કાલિક બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે સરભોણ આઉટ પોસ્ટના જમાદાર અશ્વિનભાઈએ તપાસ હાથ ધરી હતી. વૃક્ષ પરથી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ પરિવારજનોને સોંપતા અંતિમ વિધિ કરવામાં આવી હતી. ઘરના મોભીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો હતો.
આ પણ વાંચો: આઠમા ધોરણમાં ભણતી છોકરીને નરાધમોએ પીંખી નાંખી, 5 હવસખોર જેલહવાલે
તણાવમાં કર્યો આપઘાત: પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યુ હતું કે તેમનો નાનો છોકરો વિશાલ (ઉ.વર્ષ 17)ને ત્રણ માસ પૂર્વે ખેંચ આવતા અપંગ થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર માટેના પૈસા ગામના લોકો પાસેથી ઉછીના પેટે ઉઘરાવીને સારવાર કરાવી હતી. પરંતુ પુત્ર સાજો થયો ન હતો. એક તરફ પુત્ર સાજો થયો ન હોય અને બીજી બાજુ માથે દેવું વધી જતાં બાબુભાઈ સતત તણાવમાં રહેતા હતા. આ જ કારણોસર તેમણે જીવન ટૂંકાવ્યું હોવાનું પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યુ હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.