ETV Bharat / state

બારડોલી પોલીસ LCBએ 14.85 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - Foreign liqueur carting

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગંગાધરાના લિસ્ટેડ બુટલેગર સલામનો વિદેશી દારૂનો કાર્ટિંગનું નેટવર્ક ઝડપી પાડતા પલસાણા અને બારડોલી પોલીસ દોડતી થઈ હતી. ગત રાત્રે ભારે ખેંચતાણ પછી વિદેશી દારૂનું કાર્ટિંગ બારડોલીના ઉમરાખ ગામમાં થતું હોય પોલીસે 10 હજાર 968 નંગ વિદેશી દારૂની બોટલ કિમત રૂપિયા 14.85 લાખ તેમજ દારૂ કાર્ટિંગ માટેના ચાર વાહનો મળી કુલ 35.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 17 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

વિદેશી દારૂ ભરેલી ટ્રક
વિદેશી દારૂ ભરેલી ટ્રક
author img

By

Published : Jun 8, 2021, 11:34 AM IST

  • બારડોલી પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા
  • 14.85 લાખના વિદેશી દારૂ સહિત 35.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • રેડ કરતા સ્થળ પર કાર્ટિંગ કરેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ

સુરત : જિલ્લાના બારડોલી પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો ઉતારી રહ્યા છે. તેની સાબિતી રવિવારે રાત્રે સુરત જિલ્લા LCB પોલીસે ઉમરાખ ગામની સીમમાં દારૂના કાર્ટિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું તેના પરથી મળી આવે છે.

બાબુ મારવાડી સહિતના 16 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા

પોલીસે સ્થળ પર રેડ કરતાં જ દારૂનું કાર્ટિંગ કરવા આવેલા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પોલીસે મુખ્ય બુટલેગર સલામ અબ્દુલ હનીફ શાહની ધરપકડ કરી હતી. જ્યારે મોટા માથા બાબુ મારવાડી સહિતના 16 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા LCBની ટીમ રવિવારના રોજ સુરત જિલ્લાના કડોદરા, પલસાણા અને બારડોલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

આ પણ વાંચો : બોરીયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 18.81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

હેડ કોન્સ્ટેબલ કેતન મનુને વિદેશી દારૂનો જથ્થાની બાતમી મળી હતી

હેડ કોન્સ્ટેબલ કેતન મનુને બાતમી મળી હતી કે, ગંગાધરા ખત રહેતા લિસ્ટેડ બુટલેગર સલામ અબ્દુલ હનીફ શા તથા કલામ અબ્દુલ હનીફ શા એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી બારડોલી તાલુકાના ઉમરાખ ગામે મલથાણા ફળિયામાં ઉમરાખથી કારેલી જતી માઇનોર નહેર પાસે અન્ય વાહનોમાં સગેવગે કરે છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા સ્થળ પર કાર્ટિંગ કરેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી.

કુલ 35 લાખ 85 હજાર 600નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પોલીસે સ્થળ પરથી એક સલામ અબ્દુલ હનીફ શાને પકડી લીધો હતો. સ્થળ પરથી 289 બોક્સમાં કુલ 10 હજાર 968 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 14 લાખ 85 હજાર 600 તેમજ એક ટ્રક અને ત્રણ ફોરવ્હીલ કાર કિમત રૂપિયા 21 લાખ મળીને કુલ 35 લાખ 85 હજાર 600નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 60 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવાયું

વિદેશી દારૂનો ટ્રક હંકારી લાવનાર ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યા

પોલીસે આ મામલે કલામ અબ્દુલ હનીફ, રમેશ ઉર્ફે માઈકલ જગુ પટેલ, બાબુ સોહનલાલ શાહ ઉર્ફે બાબુ મારવાડી, છગન મારવાડી, પવન રામભરોસે અગ્રવાલ, જયેશ ઉર્ફે બોબી રાઠોડ, રાકેશ ઉર્ફે રોકી મેહુલ મહાજન, મુનાફ સત્તાર અન્સારી, કૌએશી ઉર્ફે લૂલીયો, આમીન, મુકેશ ઉર્ફે ગુલિયો બાબુ પરમાર, સોપાલસિંગ સાલિકસિંગ રાજપૂત, વિરલ જીતુ પટેલ, નીતા પટેલ, મંગળ શ્રીપત વસાવા અને દમણથી કડોદરા સુધી વિદેશી દારૂનો ટ્રક હંકારી લાવનાર ડ્રાઇવરનો વોન્ટેડ જાહેર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.