ETV Bharat / state

જાણો ગુજરાતના એક એરપોર્ટ જેવા લુક વાળા સ્મશાન વિશે - NIR

સુરત: જિલ્લાના બારડોલી તાલુકાની સ્મશાન ભૂમિ કે, જેને એરપોર્ટ જેવો માહોલ આપવામાં આવ્યો છે. સ્મશાન બહાર ઉડાન ભરતાં 2 વિમાનો મુકવામાં આવ્યા છે. સ્મશાને પણ અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. અનેક સુવિધાઓ સાથે અત્યાધુનિક બનેલ સ્મશાન ભૂમિમાં આવી લોકો પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે. જ્યાં એરપોર્ટની જેમ સાઈરાન વાગે છે. અને બાદ જ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે.

etv bharat surat
author img

By

Published : Aug 7, 2019, 10:46 PM IST

આ કોઈ એરપોર્ટ નથી, પરંતુ એક આધુનિક સ્મશાન ભૂમિ છે. NIR પંથક ગણાતા સુરત જિલ્લાના બારડોલીની સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળી ડરની અનુભૂતિ થાય છે, પરંતુ દુઃખ ભુલાવવા અહીં કર્તાહર્તાઓ દ્વારા અનોખું પગલું ભર્યું છે. સ્મશાન આગળ ઉડાન ભરતી મુદ્રામાં 40 ફૂટના 2 વિમાનો મુકવામાં આવ્યા છે. એરપોર્ટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. બંને વિમાનોને સ્વર્ગ એરલાઇન્સ અને મોક્ષ એરલાઇન્સનું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રશ્ન થાય કે આવું કેમ? તો કારણો પણ જાણવા જેવા છે. સામાન્ય રીતે સ્મશાનમાં માત્ર ચિતા સળગતી જોવા મળે છે. અને ડાઘુ ઓ તેની વિધિ કરતા હોય છે, પરંતુ બારડોલીના તલાવડી વિસ્તારમાં આવેલ સ્મશાનને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે.

ગુજરાતના આ એરપોર્ટ પર થશે, અંતિમ સંસ્કાર

કેન્ટીન, પાણીની સુવિધા થી લઈ આધુનિક ભઠ્ઠીઓ તેમજ CCTV થી સજ્જ કરવામાં આવ્યું છે. તેમજ NIR પ્રદેશ હોવાથી વિદેશમાં વસતા સ્વજનોની અહીં અંતિમ વિધિ થી બાકાત ન રહે તે માટે ઇન્ટરનેટ સુવિધા મદદ થી અંતિમ ક્રિયા વિદેશ માં પણ જોઈ શકાય તેવું આધુનિક પગલું ભરવામાં આવ્યું છે.

સ્મશાન પણ એવું કે, જ્યાં સૌ કોઈ સ્મશાન નહીં પરંતુ એક એરપોર્ટ જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્મશાનમાં અગ્નિદાહ આપવાની પણ એક અલાયદી રીત ઉભી કરી છે. મૃતદેહને જ્યારે અહીં લાવવામાં આવે છે. સૌ પ્રથમ એક માણસ સૌને પ્રાર્થના બોલાવે છે. બાદમાં એરપોર્ટ ઉપર વિમાન જ્યારે ઉપર ટેકઓફ કરે ત્યારે જેમ સાઈરન વાગે તે રીતે સાઈરાન વગાડવામાં આવે છે. સાઈરન વાગ્યા બાદ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે.

અંદાજે 16 CCTV થી કેમ્પસમાં બાજ નજર રાખવામાં આવે છે. તેમજ વ્યસનમુક્તિ થી લઈ લોક જાગૃતિ રૂપ ચલચિત્રો પણ મૂકી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભક્તિ ભાવ ભર્યા વાતાવરણ જોઈ લોકો આનંદિત થાય છે. કુલ 5 ભઠ્ઠીઓ મુકવામાં આવી છે. એરપોર્ટની જેમ ગેટ નંબર 1 થી 5 નામ આપવામાં આવ્યા છે. આધુનિક સ્મશાન બનાવતા પુરુષોની સાથે મહિલાઓ તેમજ બાળકો પણ સ્મશાનની મુલાકાત લેવાનું ચુકતા નથી.

સામાન્ય રીતે NIR પંથક હોય ત્યાં સ્વાભાવિક દાતાઓની પણ ખોટ હોતી નથી. દાતાઓના સહયોગથી 3 કરોડ થી વધુના ખર્ચે આધુનિક સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ 1 કરોડ થી વધુ રકમ બચેલ હોય તેને બચત કરી તેના વ્યાજ માંથીજ આટલા મોટા વિશાળ કેમ્પસની મરામત કરાઈ રહી છે. મોક્ષ એરપોર્ટ ધામમાં અંતિમ ક્રિયા માટે વિનામૂલ્યે ક્રિયા થાય છે. કોઈ ચાર્જ પણ વસુલવામાં આવતો નથી. આ સ્મશાન હાલ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

Intro: સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ની સ્મશાન ભૂમિ કે જેને અપાયો છે એરપોર્ટ જેવો માહોલ . ઉડાન ભરતાં વિમાનો મુકવામાં આવ્યા છે . અને સ્મશાન ને પણ અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ ' એવું નામ આપવામાં આવ્યું છે . અનેક સુવિધાઓ સાથે અત્યાધુનિક બનેલ સ્મશાન ભૂમિ માં આવી લોકો પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે . એવું સ્મશાન કે જ્યાં એરપોર્ટ ની જેમ સાઈરાન વાગે છે. અને બાદ માજ મૃતદેહ ને અગ્નિદાહ અપાય છે.

Body:આ કોઈ એરપોર્ટ નથી પરંતુ એક આધુનિક સ્મશાન ભૂમિ છે . જી હા ... વાત છે એન  આર આઈ પંથક ગણાતા સુરત જિલ્લા ના બારડોલી ની . સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળી ડર ની અનુભૂતિ થાય છે . પણ એ દુઃખ ભુલાવવા અહીં કર્તાહર્તાઓ દ્વારા અલગ નવીન પગલું ભર્યું છે . અને સ્મશાન આગળ ઉડાન ભરતી મુદ્રા માં ૪૦ ફૂટ ના બે વિમાનો મુકવામાં આવ્યા છે . અને એક એરપોર્ટ જેવો માહોલ ઉભો કરવા પગલું ભરવામાં આવ્યું છે . અને બંને વિમાનો ને સ્વર્ગ એરલાઇન્સ અને મોક્ષ એરલાઇન્સ નામ કારણ પણ કરવામાં આવનાર છે . સામાન્ય રીતે પ્રશ્ન થાય કે આવું કેમ . તો કારણો પણ જાણવા જેવા છે . સામાન્ય રીતે સ્મશાન માં માત્ર ચિતા સળગતી જોવા મળે . અને ડાઘુ ઓ તેની વિધિ કરતા હોય છે . પણ બારડોલી ના તલાવડી વિસ્તાર માં આવેલ સ્મશાન ને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે . કેન્ટીન , પાણી ની સુવિધા થી માંડી આધુનિક ભઠ્ઠીઓ  તેમજ સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યું છે . તેમજ એન આર આઈ પ્રદેશ હોવાથી વિદેશ માં વસતા સ્વજનો ની અહીં અંતિમ વિધિ થી બાકાત ના રહે તે માટે ઇન્ટરનેટ સુવિધા મદદ થી અંતિમ ક્રિયા વિદેશ માં પણ જોઈ શકાય તેવું  આધુનિક પગલું ભરવામાં આવ્યું છે .
સ્મશાન પણ એવું કે જ્યાં સૌ કોઈ સ્મશાન નહીં પરંતુ એક એરપોર્ટ જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્મશાન માં અગ્નિદાહ આપવાની પણ એક અલાયદી રીત ઉભી કરી છે. મૃતદેહ ને જ્યારે અહીં લવાય છે. ત્યારે સૌ પ્રથમ એક માણસ સૌ ને પ્રાર્થના બોલાવે છે. બાદ માં એરપોર્ટ ઉપર વિમાન જ્યારે ઉપર ટેકઓફ કરે ત્યારે જેમ સાઈરન વાગે તે રીતે સાઈરાન વગાડવામાં આવે છે. અને એ વાગ્યા બાદ મૃતદેહ ને અગ્નિદાહ આપવામાં આવે છે. સાંભળીએ.

Conclusion:૧૬ જેટલા સીસીટીવી થી કેમ્પસ માં બાજ નજર રાખવા માં આવે છે . તેમજ વ્યસનમુક્તિ થી માડી લોક જાગૃતિ રૂપ ચલચિત્રો પણ મૂકી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે . તેમજ ભક્તિ ભાવ ભર્યા વાતાવરણ જોઈ લોકો આનંદિત  થાય છે . કુલ ૫ ભઠ્ઠીઓ મુકવા માં આવી છે . જોકે તેમાં પણ એરપોર્ટ જેવો ખ્યાલ રાખી ગેટ નંબર ૧ થી ૫ નામ આપવામાં આવ્યા છે. આટલું આધુનિક સ્મશાન બનાવતા હોવી પુરુષો ની સાથે મહિલાઓ તેમજ બાળકો નીડર પને અહીં આવી રહ્યા છે. અને સ્મશાન ની મુલાકાત લેવાનું ચુકતા નથી.
સામાન્ય રીતે એન આર આઈ પંથક હોય ત્યાં સ્વાભાવિક દાતા ઓ ની પણ ખોટ હોતી નથી. અને અહીં દાતાઓ ના સહયોગ થી આ આધુનિક સ્મશાન નિર્માણ પામ્યું છે. અને ત્રણ કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ એક કરોડ થી વધુ રકમ બચેલ હોય તેને બચત કરી તેના વ્યાજ માંથીજ આટલા મોટા વિશાળ કેમ્પસ ની મરામત કરાઈ રહી છે .
મોક્ષ એરપોર્ટ ધામ માં અંતિમ ક્રિયા માટે વિનામૂલ્યે ક્રિયા થાય છે . કોઈ ચાર્જ પણ વસુલવામાં આવતો નથી . આવી સ્મશાન હાલ લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

બાઈટ 1 ..... સોમાભાઈ પટેલ ..... સંચાલક ટ્રસ્ટી

બાઈટ 2 ..... ઠાકોરભાઈ ચૌહાણ... સ્થાનિક

બાઈટ 3.... રાજુભાઇ વાઘ.... મુલાકાતી

બાઈટ 4..... દેવાંગ દેસાઈ.... મુલાકાતી

નોંધ હિન્દી માં બાઈટ 2 ..... વિજયગીરી ગોસ્વામી .... સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.