સુરત : આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં આરોગ્ય પ્રધાનના બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં AAP ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ખુબ જ વઘી રહ્યુ છે. તેને જલ્દીથી કાબુમાં લેવામાં આવે તેમજ રોજ-રોજ સિવિલ-સ્મીમેર હોસ્પિટલોની ગંભીર બેદરકારીઓ જેમ કે, સારવાર, દવાઓ, ગંદકી, દર્દીઓ સાથે અમાનવીય વર્તન તેમજ સાઘન સામગ્રીનો અભાવ જેવી વિવિઘ ફરિયાદો વારંવાર મળતી રહે છે.
આ ગંભીર બાબતોને આરોગ્યપ્રધાન ગંભીરતાથી લેતા નથી. ભાજપના નેતાઓએ કોરોના નહિ પણ તેને ઉત્સવ બનાવી દીધો છે. જેમાં લોકોને પડતી હાલાકી ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ બેનરો લગાડવામાં આવ્યા છે.