સુરત : નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરનાર બાળકોમાં સુરતના 14 વર્ષીય ભવ્ય પટેલનો પણ નામ સામેલ છે કોરોનાકાળમાં કોરોના પ્રત્યે લોકોમાં અવેરનેસ લાવવા માટે 14 વર્ષીય તબલાવાદકએ કોરોના પર ગીત તૈયાર કરી યુટ્યુબ (Prepared a song on Corona) પર અપલોડ (uploaded it on YouTube) કર્યું હતું. એટલું જ નહીં કોરોનાના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવા માટે તે કોરોના આઇસોલેશન વોર્ડમાં પણ જઇ ચૂક્યો છે. આટલી નાની ઉંમરે તે 200થી વધુ સ્ટેજ શો કર્યા છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના 50થી વધુ એવોર્ડ પણ મેળવ્યા છે.
કુલ 200 જેટલા લાઈવ શો કર્યા છે
બીજી લહેરમાં જ્યારે લોકો હોસ્પિટલ જવાથી ભયભીત થતા હતા ત્યારે, સુરતના 14 વર્ષીય ભવ્ય પટેલ કોરોના આઇસોલેશન સેન્ટરમાં (Isolation Center) જઈ કોરોનાના દર્દીઓને મ્યુઝિક થેરાપી (Music therapy for corona patients) આપતો હતો. સંગીતની દુનિયામાં પણ અનેક બાળ કલાકારો છે જેમને જન્મજાત સંગીત ગિફ્ટમાં મળ્યું હોય અને સુરતના પાલ વિસ્તારમાં રહેતો ભવ્ય પટેલ એ બાળકોમાંથી એક છે, પરંતુ તેની સિદ્ધિ અન્ય બાળકો કરતાં અલગ છે. માત્ર ૧૪ વર્ષની ઉમરે તેને તેની ઉંમરમા કરતા દસ ઘણા એટલે કે કુલ 200 જેટલા લાઈવ શો કર્યા છે. હજારો વર્ષો પહેલા શરૂ થયેલા તબલા વગાડવાની કળા આજના સમયમાં લુપ્ત થતી જોવા મળી રહી છે, ત્યારે સુરતના 14 વર્ષનો ભવ્ય પટેલ તબલા ડ્રમ અને કોંગોમાં માહિર છે.
રેપ સોન્ગ પણ બનાવ્યું હતું
તેને પોતાની સોસાયટીમાં રહેતા બાળકોને તબલા વગાડતા પણ શીખવ્યું છે. ભવ્ય જણાવ્યું હતું કે, વેસ્ટન સંગીતના પ્રેમમાં લોકો સાંસ્કૃતિક તબલા ભૂલી રહ્યા છે, ત્યારે અનેક બાળકોને તબલા વાદન લોકડાઉન દરમિયાન શીખવ્યું છે. કોરોના કાળમાં પણ કોરોના આઇસોલેશનમાં જઈ કોરોના દર્દીઓ મ્યુઝિક થેરાપી આપી છે. આઇસોલેશન વોર્ડમાં જતી વખતે જરાક પણ બીક લાગી ન હતી. લોકોને તબલા શીખવા માટે હંમેશાં કાર્યરત્ રહીશ. માતા ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે, અમને ખૂબ જ ગર્વ છે કે આટલી નાની ઉંમરમાં ભવ્યએ આ સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ કરીને કોરોના કાળમાં જે તેને કાર્ય કર્યું છે તે ખૂબ જ પ્રશંસનિય છે. કરોનામાં લોકોને જાગૃત કરવા માટે તેને રેપ સોન્ગ પણ બનાવ્યું હતું.
આ પણ વાંચો:
ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો
ગુરુ યોગતિલકસૂરિજીની વાણીનો જાદુ: 8 આખા પરિવાર, 2 સગા ભાઇઓ સહિત 75 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે