ETV Bharat / state

બારડોલીની વિદ્યાર્થીનીએ આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડમેડલ - આંતર કોલેજ મહિલા કુસ્તી સ્પર્ધા

બારડોલીની આર્ટસ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીએ આંતરકોલેજ કુસ્તી સ્પર્ધામાં(inter college wrestling competition) સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત(student of Bardoli bagged gold medal) કર્યો છે. ધારા હવે પુણે ખાતે યોજાનાર આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે.

બારડોલીની વિદ્યાર્થીનીએ આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડમેડલ

author img

By

Published : Dec 25, 2022, 10:34 PM IST

બારડોલી: સુરત ખાતે આંતર કોલેજ મહિલા કુસ્તી સ્પર્ધા(inter college wrestling competition) યોજાઈ હતી. જેમાં બારડોલીની પી.આર.બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજની વિદ્યાર્થીની ધારા પરમારે પ્રથમ ક્રમ પ્રાપ્ત(student of Bardoli bagged gold medal) કર્યો હતો. આયોજિત આંતર કોલેજ મહિલા કુસ્તી સ્પર્ધામાં બારડોલીની પી.આર.બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજની વિદ્યાર્થીની ધારા પરમારે 72થી 76 કિલોગ્રામ વર્ગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચો: IPLમાં ગુજરાતીઓનો દબદબો, રાજકોટનો ક્રિકેટર હવે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં રમશે

સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ: રવિવારના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ , સુરત દ્વારા યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીની પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી. જી.આર. કોમર્સ કોલેજની કુસ્તીબાજ ખેલાડી ધારા પરમારે સતત ત્રીજી વખત 72 કિલોગ્રામથી 76 કિલોગ્રામ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચો: પૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD

આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં રમવા જશે: આંતરકોલેજ સ્પર્ધામાં વિજેતા થયા બાદ ધારા પુણે ખાતે યોજાનાર આંતરયુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેણી વીર નર્મદ યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ કોલેજના આચાર્ય, કોમર્સ વિભાગના સેનેટ સભ્ય પ્રા.મનોજભાઈ આર. દેસાઈ, જિમખાના સમિતિના તમામ સભ્યોએ ધારા પરમારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે પ્રોત્સાહન આપી શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.