ETV Bharat / state

સુરતમાં 24 કલાકમાં બીજી રેલવે દુર્ઘટના, ટ્રેનની અડફેટે 2 યુવાનોના મોત

સુરત: શહેરમાં વધુ એક રેલવે દુર્ઘટનામાં બે યુવકોના મોત થયા છે. રવિવારે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સુરતથી ઉધના તરફ આવતી બાંદ્રા-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે બે યુવકો આવી જતાં ઘટના સ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા. જે ઘટનાની જાણકારી રેલવે પોલીસને મળતા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રેલવે પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને યુવકો રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની હતી. મૃત યુવકોની ઓળખ થઇ શકી નથી. જેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.

સુરત
author img

By

Published : Jul 15, 2019, 8:49 AM IST

રાજ્યમાં રેલવે વિભાગમાં ટ્રેન અડફેટે અકસ્માતના બનાવોમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. હાલ જ બે દિવસ અગાઉ ઉધના રેલવે સ્ટેશનથી કાંકરી ખાડી નજીક કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા રાજસ્થાનના ત્રણ યુવાનોના મોત થયા હતા. આ ઘટના હજી શમી નથી, ત્યાં બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતમાં રેલવે દુર્ઘટનામાં બે યુવકોના કરુણ મોત

જે ઘટનામાં બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રેલવે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત તરફથી આવતી બાંદ્રા-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન અડફેટે રવિવારના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સુરત તરફથી આવતી બાંદ્રા-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ઉધના કાંકરી ખાડી નજીકથી પસાર થઈ રહી હતી.

જે દરમિયાન અજાણ્યા બે યુવકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. જ્યાં બંને યુવકોના બાંદ્રા-ઉદયપુર ઇન્ટરસિટી એકપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ઘટના બની ત્યાંથી ઉધના રેલવે સ્ટેશન વચ્ચે આશરે 1 કિલોમીટર જેટલું અંતર હતું.

પોલીસે મૃતદેહને ઉધના રેલવે સ્ટેશન લાવી પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે યુવાનની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. છેલ્લા 24 કલાકમાં ઉધના રેલવેની હદમાં રેલ અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. જે રેલવે વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Intro:સુરત : વધુ એક રેલવે દુર્ઘટનામાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે.સાંજના સાડા આઠ વાગ્યા ના અરસામાં સુરત થી ઉધના તરફ આવતી બાંદ્રા - ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન અડફેટે બે યુવકો આવી જતા ઘટના સ્થળે જ બંને ના કરુણ મોત નિપજ્યા હતા.જે ઘટના ની જાણકારી રેલવે પોલીસને મળતા પોલીસ નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.રેલવે પોલીસ ના અધિકારીઓ ના જણાવ્યાનુસાર બંને યુવકો રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ,જે દરમ્યાન આ ઘટના બની હતી.મૃત યુવકો ની ઓળખ થઇ શકી નથી.જેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.

Body:રાજ્યમાં રેલવે વિભાગમાં ટ્રેન અડફેટે અકસ્માત ના બનાવોમાં દિનબદીન વધારો થઇ રહ્યો છે.હાલ જ બે દિવસ અગાઉ ઉધના રેલવે સ્ટેશન થી કાંકરી ખાડી નજીક કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા રાજસ્થાન ના ત્રણ યુવાનો ના કરુણ મોત નિપજ્યા હતા.આ ઘટના હજી શમી નથી ,ત્યાં બીજી ઘટના પ્રકાશમાં આવી છે.જે ઘટના માં બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.રેલવે પોલીસ ના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત તરફથી આવતી બાંદ્રા - ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન અડફેટે  રવિવારના રોજ સાંજના સાડા આઠ વાગ્યા ના અરસામાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.સુરત તરફથી આવતી બાંદ્રા - ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ઉધના કાંકરી ખાડી નજીકથી પસાર થઈ રહી હતી.

જે દરમ્યાન અજાણ્યા બે યુવકો રેલવે ટ્રેક ક્રિસ કરી રહ્યા હતા.જ્યાં બંને યુવકોના બાંદ્રા - ઉદયપુર ઇન્ટરસિટી એકપ્રેસ ટ્રેન અડફેટે આવતા કરૂણ મોત નિપજ્યા હતા.ઘટના બની ત્યાંથી ઉધના રેલવે સ્ટેશન વચ્ચે આશરે 1 કિલો મીટર જેટલું અંતર હતું અને રાત્રી દરમ્યાન ભારે અંધારું પણ છવાયેલ હતું.પોલીસે હેમખેમ લાશને ઉધના રેલવે સ્ટેશન લાવી પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પીટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.ઘટના માં યુવકો ના કમકમાટીભર્યા મોત નિપજતા લાશની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની રહ્યું છે ..Conclusion:જેને લઈ ઓળખ માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.છેલ્લા ચોવીસ કલાક માં ઉધના રેલવે ની હદમાં રેલ અકસ્માત ની બીજી ઘટના સામે આવી છે ,જેમાં કુલ પાંચ લોકોના મોત નિપજી ચુક્યા છે ...જે રેલવે વિભાગ માટે ચિંતાનો વિષય બની રહે છે.
બાઈટ: વાય.બી.વાઘેલા( પીઆઇ સુરત રેલવે પો.સ્ટે.)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.