પર્યાવરણ જાળણવની સાથે પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખી આ ખાસ કંકોત્રી તૈયાર કરાઈ છે. ચકલીના માળા જેવી બનાવેલી આ લગ્ન કંકોત્રી પર લગ્નની જાણકારી લખવામાં આવી છે.

મૂળ મહેસાણાના પણ સુરતમાં રહેતાં યુવાન રાહુલના ડૉ.રિદ્ધિ સાથે 1 નવેમ્બર 2019ના રોજ લાભ પાંચમના દિવસે લગ્ન છે. રાહુલ આ નવા જીવનની શરૂઆત ઉદ્દેશાત્મક રીતે બનાવવા માગતો હતો. જેથી તેણે પર્યાવરણ અને પક્ષીને હિતને ધ્યાનમાં રાખીને અનોખી રીતે કંકોત્રી બનાવી છે.
આ અંગે વાત કરતાં રાહુલે જણાવ્યું હતું કે, લુપ્ત થતી ચકલીના નવજીવન બચાવવા આ અનોખી લગ્ન કંકોત્રી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ કંકોત્રી આપી લગ્નમાં પધારવા આમંત્રણ આપવામાં આવશે. 500થી વધુ કંકોત્રી પર ચકલી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કંકોત્રી વિજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી છે