સુરતઃ જિલ્લાના કામરેજ ગામની બસેરા સોસાયટી ખાતે કાર્યરત કામરેજ નાગરિક મંડળીમાં (Kamaraj Citizens Bank )ગત 27 ડીસેમ્બરની રાત્રીએ ચોરીના ઇરાદે તસ્કર બેંકમાં ત્રાટક્યો હતો. જોકે બેંકમાં રહેલ ઓટોમેટિક સાયરન વાગતા સોસાયટીના રહિશો જાગી ગયા હતા અને તસ્કરો ચોરી કર્યા વગર જ ભાગી ગયા હતા જેને લઈને બેંકના સંચાલકો દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં(Surat Kamaraj Police ) ફરિયાદ નોંધાવી હતી.
નાગરિક બેંકમાં થયેલા ચોરીનો પ્રયાસ
કામરેજ નાગરિક બેંકમાં થયેલા ચોરીનો પ્રયાસને કરનાર (Attempted robbery at Kamaraj Citizen Bank)તસ્કરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોતાના બાતમીદારોને કામે લગાવી દીધા હતા. કામરેજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી, આ ઘટનાનો આરોપી કઈ ભાગી જવાની ફિરાકમાં છે અને તે હાલ વલથાણ નહેર પાસે ઉભો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર જઈ તસ્કરને ઝડપી ( Attempted robbery at Kamaraj Citizen Bank )લીધો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેને પોતાનું નામ રાહુલ ઠાકોર જણાવ્યું હતું અને તે સુરત જિલ્લાની હદમાં બેંકોમાં તેમજ બિલ્ડરોની ઓફિસમાં રેકી કરી રાત્રીના ચોરી કરતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે ઝડપાયેલા તસ્કરને જેલ હવાલે કરી અન્ય તસ્કરો સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.
લોકો જાગી જતા ચોરો ભાગી ગયા
કામરેજ નાગરિક બેંકમાં તસ્કરો બેંકના ટેરેસના દરવાજાનો નકુચો તોડી બેંકમાં પ્રવેશ્યા હતા અને પ્રવેશ લીધા એ પહેલા જ બેન્ક બહાર રહેલા કેમેરાની દિશા બદલી નાખી હતી,જોકે દરવાજો તોડતા બેંકની અંદર રહેલા ઓટોમેટિક સાયરન વાગતા સોસાયટીના લોકો જાગી ગયા હતા અને તસ્કરો ચોરી કર્યા વગર ભાગ્યા હતા.
આ પણ વાંચોઃ Seva Co operative Federation Ahmedabad:20 મહિલાઓને સિલાઈ મશીન અને ટૂલ કિટ્સ આપવામી આવી