ETV Bharat / state

કથાકાર મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને લઈ સાધુ સમાજમાં ભારે રોષ - surat latest news

કથાકાર મોરારી બાપુ ઉપર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે આ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢતા દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ સંતો અને આગેવાનો જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જેથી પબુભા મોરારી બાપુ સામે માફી નહી માગે તો આવનારા દિવસોમાં સાધુ સમાજ દ્વારા તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કથાકાર મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને લઈ સાધુ સમાજમાં ભારે રોષ

author img

By

Published : Jun 20, 2020, 12:42 PM IST

સુરત: કથાકાર મોરારી બાપુ ઉપર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે આજે શનિવારે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી પબુભા માણેક મોરારી બાપુ સામે માફીની માગ કરવામાં આવી હતી. સાથે સાધુ સમાજે જણાવ્યું હતુ કે, જો પબુભા માફી નહીં માગે તો આવનાર દિવસોમાં તેની વિરુદ્ધ સાધુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે..

કથાકાર મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને લઈ સાધુ સમાજમાં ભારે રોષ

તારીખ 18 જૂનના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય પભુબા માણેક દ્વારા કથાકાર મોરારીબાપુ પર દ્વારકા મંદિરમાં હુમલાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ દેશભરનાં સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. આ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢતા દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ સંતો અને આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા.

સાધુ સમાજે જણાવ્યું હતું કે, કૃષ્ણ વિવાદ અંગે જે આહિર સમાજની લાગણી દુભાવી હતી. તે બાબતે મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી માફી માગી હતી. છતાં પણ દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, ત્યારે BJPના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હિંસક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અત્યંત નિંદનીય છે. સાધુ-સંતોએ વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલાનો પ્રયાસ માત્ર મોરારીબાપુ પર જ નહીં પણ સનાતન પરંપરા ઉપર હુમલો થયો છે. જેથી પબુભા મોરારી બાપુ સામે માફી માગે નહિ તો આવનારા દિવસોમાં સાધુ સમાજ દ્વારા તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.