સુરતઃ સુરત આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની કુલ 12 યાદી જાહેર કર્યા બાદ હવે મોટા નેતાઓનો સોગઠાં સ્પષ્ટ થયા હતા. સુરતમાંથી ગોપાલ ઈટાલિાયા તેમજ મનોજ સોરઠિયાને મહત્ત્વની બેઠકની જવાબદારી સોંપાઈ છે. આ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે મનોજ સોરઠિયા કારંજ બેઠક પરથી અને ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી મેદાને ઉતરશે. હજુ પણ મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે તે સસ્પેન્સ છે.
યુવરાજસિંગને પક્ષની જવાબદારીઃ જો કે હકીકત એવી પણ રહી છે કે સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વિપક્ષ તરીકે આવ્યા બાદ વિધાનસભામાં વધુ મજબૂતીથી મેદાને ઝંપલાવ્યું હતું. એક દિવસ પહેલા યુવા નેતા યુવરાજસિંહને ટિકિટના બદલે પદની જવાબદારી સોપાતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ હતી. જોકે, આ નિર્ણય શા માટે કરવો પડ્યો એની ચર્ચા રાજકીય લોબીમાં થઈ રહી છે.