સુરતઃ ગૃહપ્રધાનના શહેરમા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરત શહેરાના છેવાડે આવેલ સચિન હોજીવાલામાં (Sachin Hojiwala from Surat )એક યુવક ઉપર બે અસામાજિક તત્વો દ્વારા લૂંટના ઇરાદે (Robbery by antisocial elements)ચાકુથી હુમલો કરતા યુવકના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. જોકે યુવક ઈજાગ્રસ્ત હાલતમાં બૂમાબૂમ કરતાં( Anti-social elements in Surat)લોકો દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital )લાવવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ યુવકને તરત OPTમાં લઈ જવાની ફરજ પાડી હતી. હાલ આ બાબતે સચિન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પેટમાં 23 જેટલા ટાંકા આવ્યા છે
આ બાબતે ઇજાગ્રસ્ત અમરતનાભાઈ રતનએ જણાવ્યું કે અમે સચિન હોજીવાલા પ્લાયવુડના કારખાનામાં કામ કરીએ છીએ ગઈકાલે રાત્રે અમરત કારખાના પાછળ વિભાગે બેશીને ને ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે બે અજાણીયા ઈસમોએ ભાઈ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. તેને પેટ અને કમરના ભાગે ચાકુ મારવામાં આવ્યું હતું. જોકે તેણે બૂમાબૂમ કરતા લોકો બહાર દોડી ગયા હતાં. તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હાલ તેના પેટના ભાગે ચાકુનો ઘા વધારે હોવાને કારણે તેને પેટમાં 23 જેટલા ટાંકા આવ્યા છે.
આ પણ વાંચોઃ Child Marriage In Navsari: આમંત્રણ પત્રિકામાં 'ભૂલ'! ઓડ સમાજના મિટિંગ સ્થળે પહોંચી પોલીસ
બે વર્ષનો છોકરો અને પત્ની
વધુમાં જણાવ્યું કે અમે બધા ભાઈ સાથે જ રહીયે છીએ અમે 3 ભાઈ છીએ એમાં અમરત 2નો ભાઈ છે. તેને બે વર્ષનો છોકરો અને પત્ની છે.માતા-પિતા બધા ગામ રહે છે. અમે મૂળ બિહારના છપરા જિલ્લાના બસન્તંપૂર ગામનાં છીએ અમે પાંચ વર્ષ પેહલા જ સુરત રોજગારી માટે આવ્યા હતા. ઘરની પસ્થિતિ સારી ન હોવાને કારણે અમે બધા જ ભાઈ એક સાથે રોજગારી માટે સુરત આવ્યા છીએ. ડૉક્ટરોએ જણાવ્યું કે અમરતના પેટમાં ઘા એટલો ઊંડો હતો કે તેના આંતરડા અને નશો પણ કપાઈ ગઈ છે.જેથી તેને તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી હતી. હાલ તે બેભાન અવસ્થામાં છે.જેથી પોલીસ પણ અમરતનું નિવેદન લેવા આવી હતી પરંતુ તે બેભાન હોય એટલે જતી રહી હતી.
આ પણ વાંચોઃ Cyber Crime Surat: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત નામનું ફેક ફેસબુક પેજ બનાવનાર રત્નકલાકારની ધરપકડ