સુરતઃ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ચીન, અમેરિકા, સ્પેન તથા ઈટાલીમાં લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે આ ગંભીર મહામારીથી લોકો અવગત થાય તે માટે મહુવા પોલીસ દ્વારા લોક જાગૃતિનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
પોલીસ મહામારીની ગંભીરતા દર્શાવતા પોસ્ટર સાથે મહુવાના રસ્તા અને લોકોના ઘર પાસે જઈને સમજાવે છે કે, આવી સ્થિતિનું નિર્માણ આપણા દેશમાં ન થાય માટે ઘરમાં જ રહો અને લોકડાઉનનું પાલન કરો.
એકબાજુ દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીથી અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં અમુક જગ્યાએ જનતા સમજતી નથી. જે કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની નોબત આવી છે. એવામાં જિલ્લાના મહુવા પોલીસ મથકના પ્રોબેશનલ DYSP યુવરાજ સિંહ ગોહિલે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં પોલીસ કર્મીઓ કોરોના વાઇરસની ગંભીરતા દર્શાવતા પોસ્ટર લઈને રસ્તા પર આવ્યા છે. લોકોને વગર કારણે ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી રહ્યાં છે.