સુરત IIITને કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત - Announcement of IIIT
પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચમાંથી એક IIIT સુરતના પીપલોદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના કેમ્પસમાં ચાલે છે. સરકારના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને લાભ મળશે એવું નિષ્ણાંતો માની રહ્યા છે.
સુરતઃ પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરના IIITને ઈન્સ્ટીટ્યુ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો કેબીનેટ દ્વારા આપવામાં આવ્યો છે. સુરત IIITમાં બે કોર્ષ ચાલે છે. વર્ષ 2017થી SVNIT કેમ્પસમાં ચાલતા આ કોર્ષમાં બી ટેક અને ઈસીના કોર્ષમાં અત્યારે કુલ 325 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અને ઈન્સ્ટીટ્યુ બન્નેને ફાયદો થશે.
IIIT સુરતના ડિરેક્ટર જે.એસ.ભટ્ટએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં બોર્ડ ઓફ ગવર્નન્સ બનતાં ઓટોનોમસ રીતે કોર્ષ વધારી પણ શકાય છે. આ આવકારદાયક નિર્ણય છે જેના કારણે વિદ્યાર્થીઓને નેશનલ ઈન્ટરનેશનલ લેવલની ડિગ્રી મળી રહેશે. એવું જ નહીં પીએચડી જેવા કોર્ષ પણ વધતા વિદ્યાર્થીઓ માટે નવી તક મળશે જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે.
કેન્દ્ર સરકારના આ અભિગમની સાથે રાજ્ય સરકાર દ્વારા પણ એક પગલું આગળ માંડ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કામરેજના ખોલવડ ખાતે IIITના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 28 એકરની જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે ડિગ્રીની વેલ્યુમાં ચોક્કસ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત દેશમાં 25 IIITમાંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે.
Body:પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરના IIITને ઈન્સ્ટીટ્યુ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો કેબીનેટ દ્વારા આપવામાં આવ્યો છે..સુરત IIITમાં બે કોર્ષ ચાલે છે.વર્ષ 2017થી SVNIT કેમ્પસમાં ચાલતા આ કોર્ષમાં બી ટેક અને ઈસીના કોર્ષમાં અત્યારે કુલ 325 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અને ઈન્સ્ટીટ્યુ બન્નેને ફાયદો થશે.
IIIT સુરતના ડિરેક્ટર જે.એસ.ભટ્ટએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં બોર્ડ ઓફ ગવર્નન્સ બનતાં ઓટોનોમસ રીતે કોર્ષ વધારી પણ શકાય છે.આ આવકારદાયક નિર્ણય છે જેના કારણે વિદ્યાર્થીઓને નેશનલ ઈન્ટરનેશનલ લેવલની ડિગ્રી મળી રહેશે.એવું જ નહીં પીએચડી જેવા કોર્ષ પણ વધતાં વિદ્યાર્થીઓ માટે નવી તક મળશે જેના કારણે વિદ્યાર્થીઓ ને ખૂબ જ ફાયદો થશે.
કેન્દ્ર સરકાર ના આ અભિગમ ની સાથે રાજ્ય સરકાર દ્વારા પણ એક પગલું આગળ માંડ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કામરેજ ના ખોલવડ ખાતે IIIT ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 28 એકર ની જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી ની લહેર જોવા મળી રહી છે
Conclusion:કેન્દ્ર સરકારના નિર્ણય ના કારણે ડિગ્રીની વેલ્યુમાં ચોક્કસ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત દેશમાં 25 IIITમાંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે.