- ધોળા દિવસે કારમાં યુવકની હત્યા
- અજાણ્યા શખ્સો ચપ્પુના ઘા મારી ફરાર થયા
- પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
આ પણ વાંચોઃ રાધનપુરના અરજણસર ગામે નજીવી બાબતે યુવાનની હત્યા
સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે 32 વર્ષીય સિદ્ધાર્થ રાવ નામના વ્યક્તિની કારમાં જ અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં ACP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ મામલે CCTV ફૂટેજ કબજે કરવામાં આવ્યા હતા અને આરોપીઓ કોણ હતા અને યુવકની હત્યા શા માટે કરી છે તે દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઘોંઘબામાં કુવામાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવી
ઘટના CCTVમાં કેદ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ મૂળ આણંદ જિલ્લાનો રહેવાસી હતો અને ફાઇનાન્સના ધંધા સાથે સંકડાયેલા હતો. અગાઉ તેની ઉપર અનેક મારામારી અને આર્મ્સ એક્ટના ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે. જેની તપાસ હાલ ત્યાંની સ્થાનિક પોલીસ કરી રહી છે. માથાભારે છાપ ધરાવતા આ શખ્સનો આણંદ જિલ્લામાં ખોફ હતો. સિદ્ધાર્થ શા માટે સુરત આવ્યો અને તેની હત્યા કોને કરી આ સમગ્ર બાબતે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે, CCTV ફૂટેજમાં સાફ જોવા મળે છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.