- મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની મદદ માટે NRI પરિવારો સામે આવ્યા
- 150 પરિવારને 8 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી
- 11,000 ડોલરની સહાય મળી આશરે 8 લાખ રૂપિયા આપ્યા
સુરત : કોરોનાની બીજી લહેરથી લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની મદદ માટે NRI પરિવારો સામે આવ્યા છે. કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા બહેનો, બાળકોને 1,100 ડોલરની સહાય મોકલી મદદરૂપ થાય છે. લનાસન્સ ક્લબ ઓફ કોપેલ, ટેક્સ, અમેરિકા તરફથી 5,000 ડોલર પ્રવિણ પાનશેરીયા પરિવાર તરફથી 2000 ડોલર થતા પ્રવિણ ગઢિયા તરફથી 2000 ડોલર આમ કુલ 8 લાખની સહાય મળી છે. લાયન્સ ક્લબ ઓફ રાંદેર, અડાજણમાં માધ્યમથી આ સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
એમરિકાથી રૂપિયા 10 લાખની સહાય ગંગાસ્વરૂપ બહેનો માટે મોકલાઇ
લોક સમપર્ણ બ્લડ બેંકમાં કોરોનાનો પરિસ્થિતિ મુશ્કેલીઓમાં મુકાયેલા જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા દરેકને 10,000 ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા કોરોનાની પ્રથમ વેવમાં પણ એમરિકાથી રૂપિયા 10 લાખની સહાય ગંગાસ્વરૂપ બહેનો માટે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોરોનામાં ગૌશાળાની હાલત કફોડી : બાળકોએ ગાયો માટે સહાય આપી
કોરોના મહામારીએ અસંખ્ય પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સુરતના પ્રમુખ કાનજી ભલાળાએ ચેક અર્પણ કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ અસંખ્ય પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આવા પરિવારોને મદદરૂપ થવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સુરત અને લાયન્સ ક્લબ ઓફ ગ્રુપ દ્વારા સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
150 પરિવારને 8 લાખ રૂપિયાની સહાય અપાઇ
જે પરિવારે કોરોનામાં પોતાનો આધાર ગુમાવ્યો હોય એવી બહેનો, માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને 150 પરિવારને 8 લાખ રૂપિયાની સહાય આજે એમના ખાતામાં જમા કરવામાં આવી છે. એમરિકાના પ્રવિણ પાનશેરીયા પ્રયાસથી લનાસન્સ ક્લબ ઓફ કોપેલ, ટેક્ષસ, અમેરિકા અને બીજા પરિવાર તરફથી 11,000 ડોલરની સહાય મળી આશરે 8 લાખ રૂપિયા 150 પરિવારને આપ્યા છે.