સુરત: શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ યુવકના હજુ 20 દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
20 દિવસ પહેલા લગ્ન : આ બાબતે મૃતક પ્રદીપ કુમારની પત્ની નયના પ્રદીપ કુમાર ગૌતમેં જણાવ્યું કે, તેઓ ગઈકાલે કારખાનામાંથી સાંજે 5:00 વાગે જ આવી ગયા હતા.ત્યારબાદ તેઓ શાકભાજી લેવા પણ ગયા હતા. અને ત્યાંથી આવીને તેમને મેં કહ્યું કે ચાલો જમી લો પણ તેમણે ના કહ્યું. પૂછ્યું કેમ તો તેમને કહ્યું કે મેં નાસ્તો કરીને આવ્યો છું. મેં કહ્યું આ ઘરનું બનાવેલું કોણ ખાશે તો તેમને કહ્યું મારે નથી ખાવું તમે ખાઈ લો. મેં કહ્યું શા માટે તો તમને કહ્યું હતું મને ખૂબ જ ટેન્શન છે. મેં પૂછ્યું શા માટે કઈ બાબતની ટેન્શન છે તેમણે કશું કહ્યું ન હતું. સવારે મે બધુ જોયું મને કશું ખબર નહિ પડતી હતી. મેં તાત્કાલિક આજુબાજુના લોકોના બોલાવી તેમને નીચે ઉતારવ્યા હતા. તેમને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા પરંતુ અહીં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.
પરિવારનું ગુજરાન: સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બરફની ફેક્ટરી પાસે રહેતો 18 વર્ષીય પ્રદીપ કુમાર ગૌતમ જેઓ સંચાની ફેક્ટરીમાં કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે ગઈકાલે રાતે કોઈ કારણસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ કરી લીધો હતો. આ જોઈ તેમની પત્ની બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ તેમને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. હાલ તો આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રેમ લગ્ન: વધુમાં જણાવ્યુંકે, તેમણે મમ્મી જોડે ફોન ઉપર વાતચીત કરી હતી. અમારા 20 દિવસ પહેલા જ પ્રેમ લગ્નન થયા છે. તેમણે કયા કારણસર આ પગલું ભર્યું મને કશું ખ્યાલ નથી. મને ટીબીની બીમારી પણ છે તેનો પણ તેઓ ઇલાજ કરાવી રહ્યા હતા.
બે વર્ષથી પ્રેમ: વધુમાં જણાવ્યુંકે, અમે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેથી મારું પરિવાર અને એમનું પરિવાર એક સાથે મળીને અમારા લગ્નન કરાવી દીધા હતા. મને ટીબીની બીમારી પણ છે. તેનો પણ તેઓ ઇલાજ કરાવી રહ્યા હતા. મારો ઈલાજ પણ નવી સિવિલ હોસ્પિટલમાં જ ચાલી રહ્યો છે.અમે બંને જણા એક ગામના છીએ. અમારું મૂળ વતન બિહારમાં આવલલે મધુબની જિલ્લાના કોરહિયાગામ છે. અમારા બંને પરિવાર ગામમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મારા સસરા અહીં રહીને તેઓ પણ સંચાના કારખાનામાં જ કામ કરે છે. પરંતુ તેઓ કઈ જગ્યાએ કામ કરે છે તે ખ્યાલ નથી.