ETV Bharat / state

અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ - હીરાજડિત દાંતની ડિમાન્ડ

સુરત શહેર હવે અમેરિકામાં રહેતા પોપ સ્ટાર અને વીવીઆઈપી લોકો માટે લેબગ્રોન ડાયમંડ દાંત બનાવી (Labgron diamond teeth)રહ્યું છે. આ લેબગ્રોન ડાયમંડથી જડિત દાંતની કિંમત રૂપિયા 50,000 હોય છે જ્યારે જડબું 2 લાખ સુધી હોય છે. ઓર્ડર મુજબ સુરતથી આ ડાયમંડ દાંત તૈયાર કરી એકસપોર્ટ કરવામાં આવે છે.

અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ

author img

By

Published : Jun 18, 2022, 2:55 PM IST

સુરત:રીયલ અને લેબગ્રોન ડાયમંડથી જ્વેલરી (Labgron diamond teeth in Surat)બનાવનાર સુરત શહેર હવે અમેરિકામાં રહેતા પોપ સ્ટાર અને વીવીઆઈપી લોકો માટે લેબગ્રોન ડાયમંડ દાંત બનાવી રહ્યું છે એક દાંતની કિંમત 50000 તો આખું જડવું બે લાખમાં(Labgron Diamond Tooth)તૈયાર થાય છે. આ જાતને જોઈ વિશ્વના કોઈપણ વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ જશે.

લેબગ્રોન ડાયમંડ

આ પણ વાંચોઃ Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

હીરાજડિત દાંતની ડિમાન્ડ વધી - જ્વેલરી અને અન્ય એક્સેસરીઝ બાદ હવે સુરતમાં વિદેશથી હીરાજડિત દાંતની ડિમાન્ડ (Labgron diamond teeth in Surat)વધી છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ ખાસ કરીને અમેરિકાથી સુરતના હીરા ઉદ્યોગકારો પાસે આવી રહી છે. એક દાંતમાં અનેક હીરાઓ હોય છે અને તે ખૂબ જ ડિમાન્ડમાં છે. અમેરિકાના પોપસિંગર સહિત જે વીઆઈપી લોકો અને સેલિબ્રિટી આ દાંતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જે રીતે જ્વેલરીમાં હીરા સ્ટર્ડ કરવામાં આવે છે તે જ રીતે દાંતમાં પણ લેબગ્રોન ડાયમન્ડ દાંતના સ્ટર્ડ કરવામાં આબે છે. જેની ચમક આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડને જોતા જ ચોંકી ઊઠશો

દાંતની કિંમત રૂપિયા 50,000 - લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિ રજનીકાંત ચાંચડએ જણાવ્યું હતું કે હાલ અમેરિકાના પૉપ સિંગર અને સેલિબ્રિટી લોકોમાં સૌથી વધુ છે. ખૂબ કમ્ફર્ટેબલ હોય છે. કયારે પણ કાઢીને પરત લગાવી શકાય છે. આ લેબગ્રોન ડાયમંડથી જડિત દાંતની કિંમત રૂપિયા 50,000 હોય છે જ્યારે જડબું 2 લાખ સુધી હોય છે. ઓર્ડર મુજબ સુરતથી આ ડાયમંડ દાંત તૈયાર કરી એકસપોર્ટ કરવામાં આવે છે.

લેબગ્રોન ડાયમંડ ફિટ કરવામાં આવે - દાંત ડિઝાઈનર નીરવ સાકરીયાએ જણાવ્યું હતું કે, યુએસમાં થ્રિ ડી પ્રિન્ટ અથવા તો ડેન્ચર સુરત મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેના પર બારીકાઈ થી કામ કરવામાં આવે છે અને દાંત ઉપર લેબગ્રોન ડાયમંડ ફિટ કરવામાં આવે છે. આ ફિટીંગની ખાસિયત એ છે કે તે વ્યક્તિ જમતી હોઈ ત્યારે તેને નથી લાગતું કે ડાયમંડ દાંત માં ફિટ કરાવ્યા છે. દાંત બનાવવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.